પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા હોય તો સુરતના આ મંદિરમાં ચઢાવો સિગરેટ, જાણો ભૂતમામાના આ અનોખા મંદિર વિશે

ભારતમાં દરેક પ્રસિદ્ધ મંદિર પાછળ કોઈ ને કોઈ પૌરાણિક કથા ચોક્કસપણે પ્રચલિત હોય છે. ક્યાંક રાત-દિવસ જ્વાળા પ્રગટેલી રહે તો ક્યાંક ભગવાનને દારૂ ચઢાવાય. 

અમે આજે તમને જે મંદિર વિશે જણાવવાના છીએ તે મંદિર એવું છે કે જ્યાં સિગરેટ ચઢાવાય છે. મંદિર જ નહીં, એક એવી દરગાહ પણ છે જ્યાં આલીવે લોકો સિગરેટ ચઢાવે છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા ભૂત મામાને સિગરેટ પીવડાવે છે. તમે કરો આ મંદિરના દર્શન.

સુરત જિલ્લામાં વણઝારા ભૂત મામાનું મંદિર આવેલું છે. વણઝારા ભૂત મામાનું મંદિર સુરતના અઠવાગેટ વિસ્તારના આદર્શ સોસાઈટીમાં આવેલું છે. અહીં દરરોજ ઓછામાં ઓછી 50 સિગરેટનો ભોગ ચઢાવાય છે.

READ  VIDEO: સુરતની કિરણ હોસ્પિટલને આયુષ્યમાન અને મા કાર્ડ યોજનામાંથી કરાઈ બાકાત

વણઝારાની સમાધિ

અહીંના પૂજારી જણાવે છે કે આશરે 150 વર્ષ પહેલા અહીં વણઝારાઓની એક ટોળકી રહેતી હતી. તે જ સમયે અહીં ખાવાનો અકાળ પડ્યો. આ દરમિયાન તેમાંથી એક વણઝારાનું મોત થઈ ગયું. તે વણઝારાની સમાધિ અહીં બનાવી દેવાઈ અને તે ભૂતમામાના નામથી જાણીતા બન્યા.

 

વિદ્યાર્થીઓના મામા

આ મંદિરમાં પરીક્ષા સમયે વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધી જાય છે. પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા વિદ્યાર્થીઓ વણઝારા ભૂતમામાને સિગરેટનો ભોગ ચઢાવે છે. માત્ર હિંદૂ જ નહીં, કેટલાંયે મુસ્લિમ પરિવારો પણ અહીં માનતા માનવા આવે છે.

વડોદરાના જીવા મામા

આમ તો ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ અહીં આવી લોકો મંદિરમાં દારૂ અને સિગરેટ ચઢાવી જીવા મામાને પ્રસન્ન કરે છે. જીવા મામાનું મંદિર વડોદરાના માંજલપુર વિસ્તારમાં છે. એક માન્યતા પ્રમાણે કેટલાંયે વર્ષો પહેલા જીવા નામનો એક યુવક બીજા ગામથી પોતાની બહેન અને ભાણેજને મળવા આવ્યો હતો. તે જ સમયે લૂંટારાઓએ ગામમાં ધાડ પાડી. જીવાએ બહાદુરી બતાવતા લૂંટારાઓનો ડટીને મુકાબલો કર્યો અને ગામના લોકોને બચાવ્યા. લૂંટારાઓ સામે લડતા લડતા તે શહીદ થઈ ગયો.

READ  સુરતના અગ્નિકાંડ મામલે કરવામાં આવી કાર્યવાહી, આ બે ફાયર ઓફિસરને કરાયા સસ્પેન્ડ

ગામના લોકોએ ત્યારબાદ અહીં એક મંદિર બનાવી દીધું. જીવાને સિગરેટ અને દારૂ ખૂબ પસંદ હતા. આજે પણ લોકો અહીં દર્શન કરવા આવે છે અને સિગરેટ-દારૂ ચઢાવે છે.

લખનઉમાં કેપ્ટન બાબાની દરગાહ

લખનઉમાં મૂસાબાગ નજીક કેપ્ટન બાબાની દરગાહ છે. અહીં તમામ ધર્મના લોકો નતમસ્તકે આવે છે. આ એક ખ્રિસ્તી સૈનિકની દરગાહ છે. અહીં પૂજા સામગ્રીની સાથે સિગરેટ અને દારૂ પણ ચઢાવવામાં આવે છે. અહીં કબર 21 માર્ચ 1858ની લડાઈમાં શહીદ થયેલા એક કેપ્ટનની છે.

READ  એક.. બે.. ત્રણ સેકન્ડમાં જ યુવકના હાથમાંથી મોબાઈલ ગાયબ, જુઓ ચોરીનો VIDEO

માન્યતા છે કે આ કેપ્ટન વેલ્સને સિગરેટ અને દારૂનો ઘણો શોખ હતો એટલે તેની કબર પર લોકો સિગરેટ ચઢાવે છે. કેપ્ટન બાબાની કબર પર સિગરેટ ચઢાવવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે.

[yop_poll id=1136]

Top 9 Metro News Of The Day : 21-02-2020 | Tv9GujaratiNews

FB Comments