સરધાર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય પક્ષના નિત્યસ્વરૂપ સ્વામી વિધિવત રીતે દેવ પક્ષમાં જોડાયા

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દેવ પક્ષ વધારે મજબૂત બન્યો છે. સરધાર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય પક્ષના નિત્યસ્વરૂપ સ્વામી વિધિવત રીતે સમર્થકો સાથે દેવ પક્ષમાં જોડાયા. વડતાલ મંદિરના સભામંડપમાં આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજે ફૂલહાર પહેરાવીને નિત્યસ્વરૂપ સ્વામીનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચોઃ ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણા પર એક ડઝનથી વધારે બેલિસ્ટિક મિસાઈલ દ્વારા હુમલો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Maharashtra to legalise all slums built till 2011 - Tv9 Gujarati

 

નિત્યસ્વરૂપ સ્વામી પોતાના 60થી 80 જેટલા સહયોગીઓ સાથે દેવપક્ષમાં જોડાયા હતા. વર્ષ 2002માં અજેન્દ્ર પ્રસાદને સહયોગ આપવા બદલ નિત્યસ્વરૂપ સ્વામીને વડતાલ મંદિરમાંથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. જો કે હવે ફરી એકવાર નિત્યસ્વરૂપ સ્વામીનું આગમન થવાથી દેવ પક્ષ વધુ મજબૂત બન્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: વડતાલ સ્વામિનારાયણ મંદિરના સુવ્રત સ્વામી પર 15 વર્ષના સગીર સાથે દુષ્કર્મનો આક્ષેપ

 

 

FB Comments