દુનિયાના એ 5 મહાન ક્રિકેટર જે નથી રમી શક્યા વિશ્વ કપ, એક ભારતીય પણ સામેલ, જાણો કેમ

વિશ્વ કપને ક્રિકેટનો મહાકુંભ પણ કહેવામાં આવે છે. દરેક ક્રિકેટરનું સપનું ક્રિકેટના આ સૌથી મોટા મહાકુંભમાં તેમની ચમક છોડવાનું હોય છે પણ બધા જ એટલા ભાગ્યશાળી નથી હોતા કે આ તક મળી શકે. છેલ્લા ઘણાં વર્ષોમાં દુનિયાના ઘણાં એવા ક્રિકેટર છે જેમને વિશ્વ કપમાં પોતાનું પ્રદર્શન કરવાની તક ન મળી હોય પણ તેમાં ઘણાં એવા દિગ્ગજ ખેલાડીઓ પણ છે જે લોકો વિશ્વ કપમાં રમી શક્યા નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  કૃષ્ણ, ગાંધીજી અને સ્વચ્છતા, જાણો 'મન કી બાત'માં વડાપ્રધાન મોદીએ શું કહ્યું

આ ક્રિકેટરોને વિશ્વ કપમાં રમવાની તક મળી નથી.


વીવીએસ લક્ષ્મણ:

ભારતના બેટસમેન વીવીએસ લક્ષ્મણની ગણતરી એ પસંદગીના ખેલાડીઓમાં થાય છે. જે સર્વશ્રેષ્ઠ બોલરનો સહજતાથી સામનો કરી શકે છે પણ 3 વિશ્વ કપ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમમાં તેમને સ્થાન મળ્યું નથી.

એલિસ્ટર કુક:

ઈંગ્લેન્ડ ટીમના ટેસ્ટ કેપ્ટન એલિસ્ટર કુકની ઓળખાણ એક સમયે દુનિયાના સર્વક્ષેષ્ઠ બેટસમેન તરીકે થાય છે. 2011 વિશ્વ કપ માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં તે જગ્યા મેળવી શક્યા નહતા અને 2015 વિશ્વ કપની પહેલા તેમને ટીમની બાહર કરવામાં આવ્યા હતા.

READ  હવે થાણેના માર્ગો પર ટ્રાફિક પોલીસ નહીં પણ રોબોટ કરશે ટ્રાફિકનું નિયંત્રણ

ક્રિસ માર્ટિન:

ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર્સને ટેસ્ટ ક્રિકેટમાં સારી સફળતા મળી પણ તે ક્યારેય વન-ડે માટે પસંદગીકર્તાઓ માટે વિશ્વાસ જીતી શક્યા નથી, તેથી ક્યારેય તેઓ વિશ્વ કપની ટીમનો ભાગ બની શક્યા નહીં.

મેથ્યૂ હોગાર્ડ:

ઈંગ્લેન્ડ ટીમનો આ ફાસ્ટ બોલર એક સમયે ટીમના મુખ્ય ખેલાડીઓમાં સામેલ રહ્યાો. ટેસ્ટમાં શાનદાર સફળતા અને વન-ડેમાં સારૂ પ્રદર્શન કર્યા છતાં ક્યારેય પણ વિશ્વ કપની મેચ રમી શક્યા નથી. તેમને 2011 વિશ્વ કપની ટીમમાં પસંદ કરવામાં આવ્યા હતા પણ એક મેચમાં પણ મેદાનમાં ઉતાર્યા નહતા.

READ  Video: બાગાયત ખાતા દ્વારા મીની ટ્રેક્ટર માટે સહાય

જસ્ટિન લેન્ગર:

વિશ્વ કપની મેચ નહી રમવાની યાદીમાં ઓસ્ટ્રેલિયાના જસ્ટિન લેન્ગરનું નામ પણ છે. 1998થી લઈને 2007 સુધી ઓસ્ટ્રેલિયાના આ ઓપનર બેટસમેને સતત સારૂ પ્રદર્શન કર્યુ પણ 1997 પછી તે ક્યારેય વન-ડે મેચ રમ્યા નહી.

 

Oops, something went wrong.
FB Comments