મસૂદ અઝહરના વિરૂદ્ધ ભારતની સૌથી મોટી કૂટનીતિક જીત, ફ્રાન્સમાં જૈશની સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય

પુલવામાં આતંકી હુમલા પછી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પર સતત આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે. ફ્રાન્સ સરકારે પોતાના દેશમાં રહેલી જૈશની તમામ સંપત્તિઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફ્રાન્સની સરકાર તરફથી આ કાર્યવાહી જૈશ વિરૂદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે. અગાઉ મસૂદના પક્ષમાં ચોથી વાર વીટો વાપરવા પર અમેરિકા સહિતના દેશોએ ચીનની આકરી ઝાટકણી કાઢી હતી.

ફ્રાન્સે સાફ કર્યું કે પોતાના દેશમાં જૈશના લોકો એક એક રૂપિયા માટે તડપશે. પાકિસ્તાનમાંથી ઓપરેટ થતા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્બારા વૈશ્ચિક આતંકી જાહેર કરવાના માર્ગમાં ચીને ચોથી વાર વીટો વાપરીને રોડા નાખ્યા હતાં.

ફાન્સના આંતરિક મંત્રાલય, નાણા મંત્રાલય અને વિદેશ મંત્રાલય તરફથી એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, ફ્રાન્સે મસૂદ અઝહરને યૂરોપીયન સંઘની યાદીમાં સામેલ કરવા માટે પણ ચર્ચા કરવામાં આવશે. ફ્રાન્સની સરકારે રાષ્ટ્રીય સ્તર પર મસૂદ અઝહરની સંપત્તિને ફ્રીઝ કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : ચીનને આર્થિક મોર્ચે પડ્યો સૌથી મોટો ફટ્કો, 17 વર્ષમાં બેરોજગારી દર સૌથી ઉંચો ઝડપથી ઘટી રહી છે નોકરી

આખરે ફ્રાન્સે મસૂદ અઝહર વિરૂદ્ધ આક્રમક કાર્યવાહી આરંભી દીધી છે. ફ્રાન્સે એકલા હાથે અઝર મસૂદની સંપત્તિઓ જપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આમ હવેથી ચીને વીટો વાપર્યા હોવા છતાંયે ફ્રાન્સ મસૂદ અઝહરની સંપત્તિઓ જપ્ત કરશે. ફ્રાન્સનું આ પગલું મસૂદ અઝહર વિરૂદ્ધ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે. ફ્રાન્સની આ કાર્યવાહી ચીન અને પાકિસ્તાનના ગાલ પર સણસણતા તપાચા સમાન છે. તો ભારતની વૈશ્વિક મંચ પર કુટનૈતિક જીત માનવામાં આવે છે.

Vivek Oberoi urges people to celebrate victory of PM Modi by watching film PM Narendra Modi on May24

FB Comments

TV9 Web Desk6

Read Previous

કાશ્મીર ઘાટીમાં આવી ખુશખબર! 28 વર્ષ પછી ખુલ્યા ‘સ્વર્ગ’ના દરવાજા, CRPFના જવાનો પછી સામાન્ય લોકોને પણ મળશે પ્રવેશ

Read Next

રાજનીતિમાં પશ્વિમથી થયો સૂર્યોદય, સૌથી મોટાં ‘જાની દુશ્મન’ માયાવતી-મુલાયમ થઈ ગયા એક, મુલાયમ માટે પ્રચાર કરશે માયાવતી, પોતે ચૂંટણી પણ લડશે નહીં

WhatsApp chat