લોકસભા ચૂંટણી 2019માં ફરી એક વાર થશે બાહુબલી 2 એટલે મોદીની PM તરીકે વાપસી, મોદીની કુંડળી મુજબ 25 ફેબ્રુઆરી બાદ ફરી શરુ થશે ‘મોદી લહેર’

લોકસભા ચૂંટણી 2019 પહેલા વધુ એક ભવિષ્યવાણી થઈ છે કે જેના મુજબ નરેન્દ્ર મોદી જ ફરીથી દેશના વડાપ્રધાન બનશે.

બૃજના જ્યોતિષાચાર્ય અને વૈદિક સૂત્રના પ્રમુખ ભવિષ્યવક્તા પંડિત પ્રમોદ ગૌતમે આ ભવિષ્યવાણી કરી છે. વર્ષ 2019માં મોદીની જન્મ કુંડળીનું જ્યોતિષીય વિશ્લેષણ કરતાં ગૌતમે કહ્યું કે હાલમાં મોદી પર રાજયોગકારી ચંદ્ર+મંગળની યુતિ ધરાવતી ચંદ્ર ગ્રહની મહારાજયોગકારી મહાદશા અવધિ ચાલી રહી છે અને આ મહારાજયોગકારી મહાદશા નવેમ્બર-2011માં ચાલુ થઈ હતી કે જેના કારણે નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યાં અને આ મહાદશા નવેમ્બર-2021 સુધી ચાલશે કે જેના પગલે તેઓ 2019માં પણ વડાપ્રધાન બનશે.

પંડિત પ્રમોદ ગૌતમના જણાવ્યા મુજબ 17 સપ્ટેમ્બર, 1950ના રોજ જન્મેલા નરેન્દ્ર મોદીની કુંડળીમાં ચંદ્ર+મંગળ ગ્રહની એક સાથે યુતિનો નીચ ભંગ રાજયોગ બનેલો છે. આ રાજયોગમાં મોટાભાગની પરિસ્થિતિઓ શરુઆતમાં વિરોધી દેખાય છે, પણ પાછળથી તે જ પરિસ્થિતિઓ અનુકૂળ થવા લાગે છે એટલે કે વ્યક્તિ પોતાની અંદર છુપાયેલી હકારાત્મક લાયકાતના કારણે બહું ઊંચું પદ પ્રાપ્ત કરે છે અને આનો દૃષ્ટાંત મોદી પોતે છે.

આ પણ વાંચો : MPમાં 30 વર્ષોથી આ SEAT જીતવા માટે તલસી રહેલી કૉંગ્રેસ ઝાલવા જઈ રહી છે કરીના કપૂરનો હાથ, ભોપાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે કરીના ?

હાલમાં ચંદ્રની મહાદશામાં બુધ ગ્રહની અંતદરશા અવધિ ચાલી રહી છે. આ અંતરદશા સપ્ટેમ્બર-2017થી શરુ થઈ કે જે 25 ફેબ્રુઆરી, 2019 સુધી રહેશે. આ સમયગાળો મોદી માટે મુશ્કેલ છે. 25 ફેબ્રુઆરી બાદ મોદીનો સુવર્ણ કાળ ફરીથી શરુ થશે.

પંડિત પ્રમોદ ગૌતમે કહ્યું કે વર્તમાનમાં ગોચરીય ગ્રહ ચાલમાં નરેન્દ્ર મોદીની રાશિ વૃશ્ચિક પર દેવગુરુ બૃહસ્પતિ ગ્રહનો આશીર્વાદ 11 ઑક્ટોબર, 2018થી લઈ 4 નવેમ્બર, 2019 સુધી રહેશે કે જે વર્ષ 2019માં મોદીને પોતાની ભૂલો સુધારવા માટે આત્મચિંતન કરવાની તક પ્રદાન કરી રહ્યો છે.

આ પણ વાંચો : રેલવેમાં ધોરણ 10 પાસ ઉમેદવારો માટે બંપર વૅકેંસી, માસિક પગાર 19,900થી 69,100 રૂપિયા, જલ્દી કરો છેલ્લી તારીખ એકદમ નજીક છે

11 સપ્ટેમ્બર, 2017થી લઈ 11 ઑક્ટોબર, 2018 સુધી દેવગુરુ બૃહસ્પતિ ગ્રહ મોદીની વૃશ્ચિક રાશિની ચંદ્ર કુંડળીથી અશુભ ભાવમાં વિરાજમાન હતાં. તેથી 2018માં આખા વર્ષ દરમિયાન મોદીને વિરોધોનો સામનો કરવો પડ્યો, પણ હવે વર્તમાન એટલે કે 2019માં મોદીજી પર ગોચરીય ગ્રહ ચાલમાં દેવગુરુ બૃહસ્પતિ ગ્રહનો આશીર્વાદ છે કે જે તેમને સદ્બુદ્ધિ પ્રદાન કરશે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

ફેબ્રુઆરીથી બદલાશે મોદીના ગ્રહો

વૈદિક સૂત્રમના પ્રમુખ પંડિત પ્રમોદ ગૌતમે જણાવ્યું કે 25 ફેબ્રુઆરી, 2019થી મોદીનો સુવર્ણ કાળ ફરીથી શરુ થશે. 25 ફેબ્રુઆરીથી 25 સપ્ટેમ્બર સુધી મોદી પર વર્તમાનમાં ચંદ્રની મહાદશામાં કેતુ ગ્રહની અંતરદશા અવધિ શરુ થઈ જશે. કેતુને ફલિત જ્યોતિષમાં ધ્વજાનો કારક ગ્રહ કહેવામાં આવે છે અને મોદીની જન્મ કુંડળીમાં કેતુ લાભના ભાવમાં એટલે કે ઇચ્છાપૂર્તિના સ્થાનમાં વિરાજમાન છે.

નરેન્દ્ર મોદીની જન્મ કુંડળીમાં 25 ફેબ્રુઆરી, 2019થી ભાગ્યેશ ચંદ્રની મહાદશામાં તેમની કુંડળીમાં લાભ ભાવમાં સ્થિત કેતુ ગ્રહની સૂક્ષ્મ અંતરદશા અવધિ શરુ થશે કે જે 25 સપેટમ્બર, 2019 સુધી ચાલશે. આ અંતરદશા દૈવીય શક્તિના ચમત્કારથી 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી માટે વરદાન સાબિત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્તમાન મહારાજયોગકારી મહાદશાના ફળસ્વરૂપે જ ભાજપનું વર્ચસ્વ જળવાઈ રહેશે. વિપક્ષો મહાગઠબંધન કરશે, છળ-પ્રપંચ કરશે, પરંતુ મદોીની જન્મ કુંડળીમાં સ્થિત મહારાજયોગકારી મહાદશા તેમની મદદ કરશે અને ઈશ્વરીય દૈવીય શક્તિઓના આશીર્વાદ પણ તેમને ફરીથી વડાપ્રધાન બનાવશે. આમ, વિપક્ષી એકજુટતા છતાં વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી જ સફળતાનો ઝંડો ફરકાવશે.

[yop_poll id=715]

Gir National Park to remain shut for four months from today | Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk7

Read Previous

માર્કેટમાં મળતી મિનરલ વૉટર બોટલને સાફ અને ચોખ્ખી સમજીને ખરીદતા હોવ તો વાંચો આ ખબર અને દૂર કરો વર્ષો જૂની તમારી આ ગેરસમજ

Read Next

મોદી સરકારનો EXPRESS પ્લાન, 120 KMPHની સ્પીડમાં દોડાવી શકશો ગાડી, જાણો ગુજરાતમાં ક્યાં બનશે એક્સપ્રેસ-વે ?

WhatsApp પર સમાચાર