VIDEO: ટ્રાફિકના નિયમો તોડવા બદલ વાહન ચાલકને દંડમાં રાહત, જો બીજી વખત ભૂલ કરી તો ચૂકવવો પડશે આટલો દંડ

ટ્રાફિકના નિયમોને લઈ કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. જે બાદ તમામ રાજ્યમાં પણ ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા હતા. પરંતુ નવા નિયમમાં દંડની જોગવાઈને લઈ લોકોમાં મુંજવણ ઉભી થઈ ચૂકી છે. જે ગુના માટે પહેલા 100 રૂપિયા દંડ લેવામાં આવતો હતો તેમાં વધારો કરીને 1000 સુધી દંડ લેવામાં આવશે તેવી જોગવાઈ કરાઈ હતી. જે બાદ ગુજરાતના અનેક શહેરોમાં આ દંડની રકમ વિરુદ્ધ વિરોધ શરૂ થઈ ગયા છે. પરંતુ સરકારે લોકોને રાહત આપવાનું નક્કી કર્યું છે. જેને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિયમોમાં કરેલા ફેરફાર અંગે જાહેરાત કરી હતી. દંડની રકમમાં ઘટાડો કરવા સરકારે  નિર્ણય કર્યો છે. 16 સપ્ટેમ્બરથી કડક કાયદાનું પાલન શરૂ થઈ જશે. જે પહેલા નિયમમાં કરેલા ફરેફાર જુઓ…

READ  અનોખો રાષ્ટ્રધ્વજ બનાવવાના સપનાને પુરૂ કરવા માટે વેચી દીધુ ઘર, હવે છે આ ઈચ્છા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં ફેરફાર સાથે દંડની રકમમાં ઘટાડો, જાણો કયા ગુના માટે કેટલો દંડ ઘટાડ્યો

ચાલુ વાહનમાં ફોન પર વાત કરવા બદલ 1 હજારમાંથી 500 રૂપિયા દંડ
બીજી વખત ફોન પર વાત કરતા ઝડપાશે તો 1 હજાર રૂપિયા દંડ
ડિઝીટલ ડોક્યુમેન્ટ એટલે મોબાઈલમાં લાઈસન્સનો ફોટો માન્ય ગણાશે
હેલ્મેટ ન પહેર્યો હોવાનો દંડ 1000થી 500 રૂપિયા કરાયો
વાહનમાં પાછળ બેસીને જતા વ્યક્તિ પાસેથી વગર હેલ્મેટનો દંડ લેવાશે નહીં
સિગ્નલ તોડવા બદલ 1000માંથી 500 રૂપિયા દંડ કરાયો
સીટ બેલ્ટ ન લગાવવા બદલ 500 રૂપિયા
જાહેરમાં બેફામ વાહન ચલાવવા બદ 5 હજારનો દંડ, બીજી વખત 10 હજાર
એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને સાઈડ ન આપનારાને 1 હજારનો દંડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: દર્દીઓને નથી મળતી સસ્તી દવાઓ? જેનેરિક સ્ટોર શોભાના ગાંઠીયા સમાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments