સુપ્રીમ કોર્ટે શ્રીસંત પર લગાવેલો આજીવન ક્રિકેટ ન રમવાનો પ્રતિબંધ હટાવ્યો, તો પણ કેમ હજી ક્રિકેટના મેદાનમાં આવી શકશે નહીં ?

આઇપીએલના સ્પૉટ ફિક્સિંગના મામલે ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી એસ શ્રીસંત પર આજીવન પ્રતિબંધના મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ પોતાનો ચુકાદો આપ્યો છે. જેમાં આઇપીએલમાં સ્પૉટ ફિક્સિંગનાં આરોપમાં આજીવન પ્રતિબંધ ભોગવી રહેલા આ ઝડપી બોલર પરથી બેન હટાવી દેવામાં આવ્યો છે.

જે સાથે સુપ્રીમ કોર્ટે ક્રિકેટ બોર્ડને પણ 3 મહિનાની અંદર સમગ્ર મામલે પોતાનો રિપોર્ટ સોંપવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટમાં જસ્ટિસ ભૂષણ અને જસ્ટિસ કે.એમ.જોસેફની પીઠે શુક્રવારે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો. સુપ્રીમ કૉર્ટનું કહેવું છે કે બીસીસીઆઇની પાસે અનુશાસનાત્મક કાર્યવાહી કરવાનો અધિકાર છે.

READ  યુપીથી પગપાળા નીકળેલા ખેડૂતો પહોંચ્યા દિલ્લી, જુઓ VIDEO

આ પણ વાંચો : શું ફરી એક વખત પાક. પર હુમલો કરવાની તૈયારીમાં છે ભારતીય વાયુસેના ?,અમૃતસરમાં આવેલા ધડકાના અવાજ પર વાયુસેનાએ આપી પ્રતિક્રિયા

સુપ્રીમ કૉર્ટે બીસીસીઆઇને શ્રીસંતને સુનાવણીની તક આપવા અને 3 મહિનાની અંદર સજા નક્કી કરવાનો આદેશ આપ્યો છે. કૉર્ટે કહ્યું કે બીસીસીઆઇએ શ્રીસંતનો પણ પક્ષ સાંભળે. આજીવન પ્રતિબંધની સજા વધારે છે. શ્રીસંત પર આજીવન પ્રતિબંધ હટાવ્યા બાદ હવે તેને શું સજા આપવી તે બીસીસીઆઇએ 3 મહિનામાં નક્કી કરવાનું રહેશે.

READ  બાંગ્લાદેશ સામેની ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટમાં ભારતીય ટીમનો વિજય, ટેસ્ટ ચેમ્યિયનશીપમાં ભારતનો રેકોર્ડ અજય

અત્રે નોંધનીય છે કે બીસીસીઆઇએ શ્રીસંત પર આઇપીએલ-2013માં સ્પોટ ફિક્સિંગમાં દોષી ઠરતા આજીવન પ્રતિબંધ લગાવ્યો હતો. જેના સામે શ્રીસંતે સુપ્રીમ કૉર્ટમાં અરજી કરી હતી. આ પહેલા બીસીસીઆઇએ કૉર્ટમાં કહ્યું હતુ કે શ્રીસંત પર ભ્રષ્ટાચાર, સટ્ટેબાજી અને રમતને બેઇજ્જત કરવાનો આરોપ છે.

Oops, something went wrong.

FB Comments