વિશ્વ કપમાં ભારતીય ટીમને મોટો ઝટકો, આ બેટસમેનને પહોંચી ઈજા

વિશ્વ કપમાં ભારતની પ્રથમ મેચ 5 જૂને સાઉથ આફ્રિકાની સામે છે. ત્યારે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પ્રેક્ટિસ મેચ દરમિયાન તેમની આંગળી પર ઈજા થઈ છે. તેમના જમણાં હાથના અંગુઠામાં ઈજા થઈ છે.

ઈજા પહોંચ્યા પછી ભારતીય કેપ્ટન ટીમના ફિજિયો પૈટ્રિક ફારહાર્ટની સાથે જોવા મળ્યા હતા. પૈટ્રિકે સૌથી પહેલા તો તેમના અંગુઠા પર દર્દ નિવારક સ્પ્રે છાંટ્યો અને તેની પર પટ્ટી લગાવી હતી. BCCI તરફથી વિરાટ કોહલીની ઈજા સંબંધિત કોઈ જાણકારી આપવામાં આવી નથી.

 

READ  સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં કેપ્ટન વિરાટ કોહલીએ ફટકારી બેવડી સદી અને આ રેકોર્ડ કર્યા પોતાના નામે

ભારતીય ફેન્સ માટે રાહતની વાત એ છે કે મેચ 5 જૂનથી શરૂ થવાની છે અને વિરાટ કોહલીની પાસે 3 દિવસનો સમય છે. તેમની તરફ ટીમના મેડીકલ સ્ટાફના પુરા પ્રયત્નો રહેશે કે સાઉથ આફ્રિકાની વિરૂધ્ધ મેચ પહેલા વિરાટ કોહલીની ઈજા સારી થઈ જાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો વિરાટ કોહલીની ઈજા સારી નહી થાય તો ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. એક તરફ ઈંગ્લિશ કંડિશનમાં એશિયાઈ ટીમો સંઘર્ષ કરી રહી છે ત્યારે બીજી તરફ વિરાટ કોહલી ટીમના સૌથી વિશ્વાસપાત્ર ખેલાડી છે. તેઓ ટીમમાં નહી હોય તો ઓપનર રોહિત શર્મા અને શિખર ધવન પર દબાણ આવી શકે છે.

READ  અરે! ક્રિકેટ ટીમને 42 ગાડી સાથે રાષ્ટ્રપતિ જેવી સુરક્ષા, ગૌતમ ગંભીરે કર્યો કટાક્ષ

આ પણ વાંચો: મોબાઈલના ગ્રાહકો માટે ખરાબ સમાચાર, જે સેવા 2020 સુધી મળવાની હતી તે હવે આટલા વર્ષો સુધી નહીં મળે

ઉલ્લેખનીય છે કે વિશ્વ કપ પહેલા IPL દરમિયાન કેદાર જાધવ ઈજાગ્રસ્ત થયા હતા. જો કે તે હવે ફિટ થઈ ગયા છે. તેમને બંને પ્રેક્ટિસ મેચમાં ભાગ લીધો ન હતો. જ્યારે વિજય શંકર પણ ઈજાગ્રસ્ત થવાને લીધે ન્યૂઝીલેન્ડની સામે પ્રેક્ટિસ મેચ ન હતા રમી શક્યા.

READ  ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી ટી-20 મેચ રમાશે, જાણો પુણેમાં કેવું રહેશે વાતાવરણ

 

Oops, something went wrong.
FB Comments