ભગવાન કૃષ્ણના સાક્ષાત દર્શનની આશા સાથે બિહારના પટનાની યુવતી વૃંદાવનના નિધિવનમાં છૂપાઈ

ભગવાન કૃષ્ણના સાક્ષાત દર્શનની આશા સાથે બિહારના પટનાની યુવતી વૃંદાવનના નિધિવનમાં છૂપાઈને બેસી ગઈ છે. સેવાયત ગોસ્વામીએ યુવતીને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું હતું. અનેક સમજાવટ પણ કરાઈ હતી. આમ છતાં યુવતી જીદ પર ચડી હતી. જે બાદ પોલીસને બોલાવવામાં આવી હતી. એક સામાજીક કાર્યકરની મદદથી યુવતીને બહાર કાઢવામાં આવી હતી. પોલીસે પટનામાં યુવતીના પરિવારજનોને પણ આ અંગે જાણ કરી હતી. સામાજીક કાર્યકર લક્ષ્મી ગૌતમે કહ્યું કે, યુવતી મેડિકલની પ્રવેશ પરીક્ષા માટે તૈયારી કરી રહી છે. અને પોતાના પિતાની પાસેથી ઘણા રૂપિયા મેડિકલ ચેકઅપના નામે લઈ આવી હતી. યુવતીએ શનિવાર અને રવિવારે પણ મંદિરમાં રોકાવવાની કોશિશ કરી હતી. પરંતુ પૂજારીઓએ આ માટે મંજૂરી આપી નહોતી

READ  બિહારમાં એક પછી એક માસૂમ બાળકોના મોતનો આંકડો 92 પર પહોંચ્યો, આ બીમારીનો હાહાકાર

આ પણ  વાંચોઃ દેશની સંસદમાં હવે સસ્તું ભોજન મળશે નહીં…કેન્ટિનમાં સબસીડીને કરાશે બંધ!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નિધિવન રાજ મંદિરના સેવાયત ગોસ્વામી ભીકચંદે જણાવ્યું કે, ઠાકોરજીને પોઢાવ્યા પછી તેઓ વનનું નિરીક્ષણ કરે છે. શું કોઈ શ્રદ્ધાળુ ભગવાનના દર્શનની લાલસાથી વનમાં છૂપાયું તો નથી. આ દરમિયાન એક યુવતી વૃક્ષો પાસે છૂપાઈને બેઠી હતી. જેને પહેલા સમજાવટ કરી અને પછી પોલીસને બોલાવી હતી.

READ  એક મતદાન મથક પર હોમગાર્ડ જવાનની રાઈફલમાંથી છૂટી ગોળી, ચૂંટણી અધિકારીનું થયું મોત

અનાદી કાળથી એવી માન્યતા છે કે, વૃંદાવનના નિધિવનમાં રોજ મધ્યરાત્રીએ શ્રીરાધા અને કૃષ્ણ આવે છે. અને 16 હજાર ગોપીઓ સાથે રાસ રચાવે છે. આ અદભૂત વન માટે એવું પણ કહેવામાં આવે છે કે, ભગવાન શ્રીકૃષ્ણ વાંસળી પણ વગાડે છે. જેનો મધુર સ્વર પણ વનમાં ગુંજે છે. આસ્થાના પ્રતિક નિધિવનમાં એક રંગ મહેલ પણ સ્થાપિત છે. માન્યતા પ્રમાણે રાસ રમ્યા પછી શ્રીરાધા-કૃષ્ણ આ મહેલમાં વિશ્રામ કરે છે. જેના માટે ચંદનનો પલંગ પણ રાખવામાં આવે છે. અને સવારે આ પથારીને જોયા બાદ અહેસાસ થાય છે કે, રાત્રે જરૂર કોઈ અહી વિશ્રામ કરી ચૂક્યું છે. સાથે આ વનમાં જે 16 હજાર વૃક્ષ છે તે, રાત્રે ભગવાનની 16 હજાર રાણીના સ્વરૂપમાં આવે છે.

READ  ગુજરાતી ગાયક જીગ્નેશ કવિરાજના નામનું નકલી ફેસબુક ID બનાવનારા આરોપીની ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments