બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના, 7 જેટલા લોકોના મોત અને 13થી વધુ ઈજાગ્રસ્ત, જાણો હેલ્પલાઇન નંબર

બિહારના સહદેઈ બુજુર્ગમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે કે જેમાં 7 જણાના મોત થઈ ગયા છે.

જોગબની-આનંદ વિહાર ટર્મિનલ સીમાંચલ એક્સપ્રેસના 11 કોચ પાટા પરથી ઉતરી પડતા સર્જાયેલા આ અકસ્માતમાં 13 જણા ઈજાગ્રસ્ત થયા છે.

ઈસ્ટ સેંટ્રલ રેલવેના સીપીઆરઓ રાજેશ કુમારે જણાવ્યું કે અત્યાર સુધી મૃતકોની સંખ્યા 7 છે, પણ મૃતકો અને ઈજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થઈ શકે છે.

READ  ભારે વિવાદ બાદ આખરે મહાગઠબંધનની બિહારમાં પહેલી યાદી થઈ જાહેર, જાણો કોણ ક્યાંથી નોંધવશે ઉમેદવારી અને કોણ થયું નારાજ ?

મુખ્યપ્રધાન નીતિશ કુમારે આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યો છે. રેલવેએ મૃતકોના પરિજનોને 5 લાખ રૂપિયા, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને 1 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ઘટનાસ્થળથી લગભગ 7થી 8 શબો કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટના આજે વહેલી સવારે 3.58 મિનિટે થઈ કે જ્યારે સીમાંચલ એક્સપ્રેસ જોગબનીથી દિલ્હી જઈ રહી હતી.

READ  એક મતદાન મથક પર હોમગાર્ડ જવાનની રાઈફલમાંથી છૂટી ગોળી, ચૂંટણી અધિકારીનું થયું મોત

ઘટનાસ્થળ પર રાહત અને બચાવ ટીમો પહોંચી ચુકી છે. એનડીઆરએફની ટીમો અને રેલવેના ઉચ્ચાધિકારીઓ તથા ડૉક્ટરોની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ચુકી છે. રેલવેના પાટેલા તૂટેલા મળી આવ્યા છે. અકસ્માતનું સચોટ કારણ જાણી શકાયું નથી.

રેલવે પ્રધાન પીયૂષ ગોયલે ટ્વીટ કરી આ અકસ્માતની માહિતી આપી. આ સાથે જ રેલવેએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.

[yop_poll id=1013]

READ  મોરબીના યુવાનો દિલ્હીની ફલાઈટ ચુકી ગયા અને પછી તેમને જે કામ કર્યું તેના લીધે એક ગુજરાતી તરીકે તમને ગર્વ થશે
Oops, something went wrong.
FB Comments