જીવંત પાકિસ્તાની તીડ સાથે એક નેતા પહોંચ્યા વિધાનસભા!

biharilal bishnoi bjp mla from nokha in bikaner district came to assembly with a crate of grasshopper

પાકિસ્તાની તીડના કારણે રાજસ્થાનની સાથે ઉત્તર ગુજરાતના ઘણા જીલ્લાઓ પ્રભાવિત થયા છે અને ખેડૂતોને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. બીકાનેર જીલ્લાના નોખાના ભાજપના ધારાસભ્ય બિહારી લાલ બિશ્નોઇ જીવંત તીડ લઈને વિધાનસભામાં આવ્યા હતા. રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા ધારાસભ્યએ કહ્યું કે સરકાર વળતરના નામે માત્ર રિપોર્ટ બનાવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  LRDમાં અન્યાય થતા કર્યો આપઘાત! સરકારી કચેરીમાં કર્મચારીનો આપઘાત, જુઓ VIDEO

 

ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વાવ તાલુકાના રાધાનેસડી, માવસરી, કુંડાળિયામાં તીડના ઝૂંડે ત્રાસ મચાવ્યો હતો. તાલુકાની 300થી 400 હેક્ટર જમીનમાં ખેડૂતોએ પરસેવો પાડી તૈયાર કરેલા જીરૂ, ઘઉં, રાયડો, એરંડાના પાકને નુક્સાન પહોંચ્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદની APMCમાં ટામેટાના ભાવ શું રહ્યા? જાણો જુદા-જુદા પાકોના ભાવ

તીડના ઝૂંડે ખેડૂતોના આખા પાકનો સફાયો કરી નાંખ્યો. ખેતરોમાં માત્ર ઠુંઠા જોવા મળી રહ્યા છે. આટલુ ઓછુ હોય તેમ તીડે ખેડૂતોના પશુધનને પણ નુકસાન કર્યું છે. તીડને મારવા અને ભગાડવા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને આ દવાના છંટકાવના કારણે કેટલાક પશુઓના પણ મોત થયા હોવાની ખેડૂતોની ફરિયાદ છે.

READ  દશેરાના તહેવાર પહેલા વડોદરા અને પોરબંદરમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી, મીઠાઈના નમૂના લેબમાં મોકલાયા

 

Bhuj and nearby villages received unseasonal rain showers | Tv9GujaratiNews

FB Comments