મુસ્લિમ મહિલાઓને તલાકથી ‘તલાક’ અપાવવા લોકસભામાં બિલ રજૂ કરાશે પરંતુ અહીંયા નપાસ થઈ શકે છે સરકાર

ફરી એક વખત મોદી સરકાર સત્તામાં આવતા આજે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ લોકસભામાં ટ્રિપલ તલાક વિધેયક રજૂ કરશે. ભાજપે આ માટે પોતાના તમામ સાંસદોને વ્હિપ પણ જારી કરી શકે છે. આ પહેલા કોંગ્રેસે લોકસભામાં વિધેયક પાસ કરાવવામાં ભાજપ સરકારને સાથ આપવાનું નક્કી કર્યું હતું. ત્યારે આ વખતે પણ સૌની નજર અન્ય પાર્ટી તરફ હશે.

READ  જામનગરઃ રાધેક્રિષ્ના એવન્યૂમાં આગ! કોમ્પ્લેક્ષમાં ચાલતા હતા ટ્યુશન ક્લાસ, જુઓ VIDEO

આ પણ વાંચોઃ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં 300 ફૂટ ખાણમાં બસ ખાબકતા 44 લોકોની મોત, ક્ષમતાથી વધુ મુસાફરો હતા સવારે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે ભાજપ માટે મુશ્કેલી એ છે કે તેની પાસે રાજ્યસભામાં બહુમતી નથી, એટલે તે પડકાર રહેશે કે આખરે રાજ્યસભામાંથી આ બિલ કેવી રીતે પસાર કરાવવું. જોકે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ વિધેયકને મહિલા વિરોધી ગણાવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: હોસ્પિટલ મોટી, સુવિધા ઓછી? ડોક્ટરોની કેમ છે ઘટ?

ગત રવિવારે લખનૌ ખાતે યોજાયેલ બોર્ડની વર્કિંગ કમિટીની બેઠકમાં આ બિલને ફગાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં બોર્ડે ત્રણ વર્ષની સજા આપતા સૂચિત મુસદ્દાને ક્રિમિનલ એકટ ગણાવ્યો છે. ટ્રિપલ તલાક વિરુદ્ધનો સરકારનો જંગ સરળ રહેશે નહીં.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અનુરાગ V/S ઓવૈસી! CAA અને NRC પર રાજકીય જંગ, અનુરાગનો વાર, ઓવૈસીનો પલટવાર, જુઓ VIDEO

 

FB Comments