બિનસચિવાલય ક્લાર્ક માટેની લઘુતમ શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર…નાયબ મુખ્ય પ્રધાનને કારણનો ખ્યાલ જ નથી

બિનસચિવાલય ક્લાર્ક માટેની લઘુતમ શૈક્ષણિક લાયકાતમાં અચાનક જ ફેરફાર કરી દેવાયો છે. 12 પાસ ઉમેદવારો હવે આ પરીક્ષા આપી શકશે નહીં. ક્લાર્ક માટે સ્નાતકની પદવી હોવી જરુરી છે. બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારોને તો સરકારના આ નિર્ણયથી નારાજગી છે.

આ પણ વાંચોઃ PM મોદીના ભત્રીજી સાથે દિલ્હીના VVIP વિસ્તાર સિવિલ લાઈન્સમાં લૂંટની ઘટના

20મીએ આ માટેની પરીક્ષા યોજાવાની હતી. પણ મોડે મોડે લાયકાતમાં સુધારો કરવાના નિર્ણયથી લાખો ઉમેદવાર નારાજ અને લાચાર બન્યા છે. સમગ્ર પ્રક્રીયાની તારીખો આગામી દિવસમાં જાહેર કરશે.

READ  અનામત અને બિનઅનામતનો વિવાદઃ સરકારના મધ્યસ્થી તરીકે વરૂણ પટેલ અને યગ્નેશ દવે સાથે ખાસ બેઠક

20 ઓક્ટોબરના 3 હજાર 930 જગ્યાઓ માટે લેવાનાર પરીક્ષા રદ કરવામાં આવી છે. 33 જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો પર લેવાનાર હતી પરીક્ષા. 10 લાખ 45 હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. પરીક્ષા રદ થયાની જાણ તમામ જિલ્લાના ડીઈઓ અને નિવાસી અધિક કલેક્ટરોને કરી દેવાઈ છે. ઉમેદવારોને આ અંગેની જાણ કરી દેવા સૂચના અપાઈ છે.

FB Comments