બિન સચિવાલયની પરીક્ષા રદ: આ નિર્ણય બાબતે શું કહી રહ્યાં છે વિદ્યાર્થીઓ?

Bin-Sachivalay exam cancelled, Yuvrajsinh Jadeja welcomes Gujarat govt decision | Tv9GujaratiNews

બિન સચિવાલયની પરીક્ષાના વિવાદો પહેલાથી ચાલ્યા આવે છે. અગાઉ પાત્રતા બાબતે વિવાદ થયો હતો અને ધો. 12ને શૈક્ષણિક યોગ્યતામાંથી હટાવી દેવાયું હતું. જેને લઈને વિદ્યાર્થીઓએ આખા ગુજરાતમાં ભારે હોબાળો કર્યો હતો. આ વખતે પણ ગુજરાત સરકારનો પરીક્ષા વિભાગ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નિષ્પક્ષ રીતે પરીક્ષા કરાવવામાં નિષ્ફળ રહ્યું છે તેવું સરકારે સ્વીકારી લીધું છે અને પરીક્ષા રદ કરી દીધી છે.

READ  VIDEO: અમદાવાદના માંડલમાં પ્રેમલગ્નમાં યુવકની હત્યા બાદ ભાજપના MLAની પુત્રીનો વીડિયો વાઈરલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એસઆઈટીની તપાસમાં પેપર લીક થયા હોવાની વાત ખૂલી છે.  વીડિયોના પુરાવા કોંગ્રેસે પણ સોંપ્યા હતા અને બાદમાં તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી.  આજે રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ રહી છે અને આ પરીક્ષામાં પેપરલીકની ઘટના થઈ હોવાથી આ પરીક્ષા રદ કરી છે. આ પરીક્ષા રદ થયા બાદ ટીવીનાઈને રાજ્યના વિવિધ શહેરના વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. જાણો શું કહી રહ્યાં છે વિદ્યાર્થીઓ?

READ  ગૌણ સેવા પસંદગી બોર્ડની વધુ એક બેદરકારીઃ તપાસ હેઠળની MS પબ્લિક સ્કૂલને કેન્દ્ર ફાળવતા વિવાદ

આ પણ વાંચો :   બિન-સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદઃ જાણો નવી પરીક્ષા અંગે પ્રદિપસિંહ જાડેજા શું આપી જાણકારી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments