બિનસચિવાલય ગેરરીતિ કેસમાં એક નવો ખુલાસો, આરોપી સંચાલક ફારૂક કુરેશી ભાજપનો કાર્યકર: કોંગ્રેસ

બિનસચિવાલય ગેરરીતિ કેસમાં એક નવો ખુલાસો થયો છે. આ કેસમાં કોંગ્રેસ બાદ કથિત રીતે ભાજપનું કનેક્શન પણ સામે આવ્યું છે. આરોપી સંચાલક ફારૂક કુરેશી ભાજપનો કાર્યકર છે તેવો ખુલાસો કોંગ્રેસ પ્રવક્તાએ કર્યો છે. મૂળ કોંગ્રેસી ફારુક કુરેશી હાલ ભાજપનો કાર્યકર છે. ગત જુલાઈ મહિના દરમિયાન ભાજપના સદસ્ય અભિયાનમાં પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. તો કોંગ્રેસે ફારુક કુરેશીના સાંસદ કિરીટ સોલંકી સાથેના ફોટા પણ સામે રાખ્યા છે. ભાજપ નેતાઓ સાથે આરોપીના ફોટો દેખાડીને કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે.

READ  5-5 વિશ્વ સુંદરીઓ મળીને પણ આ મોટા બાપના ACTOR દીકરાને ન કરાવી શકી HIT, આજે પણ ઝઝૂમી રહ્યો છે એક મોટી સફળતા માટે

આ પણ વાંચોઃ રાજકોટમાં સિંગતેલના ભાવમાં તેજી યથાવત્! ડબ્બાના ભાવ 1950એ પહોંચ્યા, જુઓ VIDEO

બિન સચિવાલય પેપર લીક કૌભાંડમાં અમદાવાદના દાણીલીમડાની MS પબ્લિક સ્કૂલના સંચાલક, આચાર્ય અને શિક્ષકની સંડોવણી સામે આવી છે. જેને લઈ DEOએ શાળા પાસે 7 દિવસમાં ખુલાસો આપવા સમય આપ્યો છે. સાથે જ DEOએ જણાવ્યું કે જો શાળા દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં નહીં આવે તો કાર્યવાહી કરવામાં આવશે.

READ  દિલ્હી ચૂંટણી: જાણો ભાજપના નેતાએ એવું કયું નિવેદન આપ્યું કે નોંધાઈ પોલીસ FIR?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો આ મામલે શાળાના ટ્રસ્ટી શરીફખાન પઠાણે પોતાનો બચાવ કરતા જણાવ્યું કે ફારૂક કુરેશી સ્કૂલનો વહીવટ સાંભળતા હતા. તેમણે કહ્યું કે ફારૂક કુરેશી પેપર લીક કાંડમાં સંડોવાયેલો હશે તો ટ્રસ્ટ તરફથી કડક પગલાં લઈશું. સંડોવાયેલા સામે કડક પગલાં લેવા સરકારને રજૂઆત કરીશું. ત્યારે આ બાબતે ટ્રસ્ટ દ્વારા તપાસ કરીને સ્કૂલના આચાર્ય, સંચાલક અને શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવશે.

READ  ભાવનગર: ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો! 250 રૂપિયામાં 20 કિલો ડુંગળી વેંચાઈ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments