• March 26, 2019

‘આર્યન લેડી ઑફ ઈન્ડિયા’ના આ નિર્ણયે જેણે પાકિસ્તાનનું ભૂગોળ બદલ્યું…

Indira Gandhi_Tv9

Indira Gandhi_Tv9

ભારત દેશની એકમાત્ર મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની આજે 101મી બર્થ ડે છે. ‘આયરન લેડી ઑફ ઇન્ડિયા ઇન્દિરા ગાંધી ‘નો જન્મ દિવસ છે. 19 નવેમ્બર 1917ના રોજ ઈન્દિરા ગાંધીનો જન્મ થયો હતો. જેમણે પોતાના વડાપ્રધાન કાર્યકાળમાં ઘણાં અવનવાં નિર્ણયો લીધા હતા, જેથી આજે દેશ અને દુનિયામાં પોતાની અદ્ભૂત છાપ ઊભી કરી છે.

બેન્કોનું રાષ્ટ્રીયકરણ (1969)

બેન્કોનું રાષ્ટ્રીયકરણ
બેન્કોનું રાષ્ટ્રીયકરણ

19 જુલાઇ 1969ના ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકારે એક સામાન્ય વટહુકમ પસાર કર્યો હતો. જે સાથે જ 14 પ્રાઇવેટ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. આ 14 બેન્કોમાં દેશના આશરે 70 ટકા કેશ જમા હતા. જે પછી પ્રાઇવેટ બેન્કોનો તમામ હક સરકાર પાસે જતો રહ્યો હતો. જેનાથી આર્થિક સમાનતામાં વધારો થયો હતો. જે પછી સરકારે કાયદો બનાવ્યો હતો.

પાકિસ્તાનના બે ટુકડાં (1971)

1971 war_ Tv9
1971ના યુદ્ધે પાકિસ્તાનનું ભૂગોળ બદલાયું

1971માં પાકિસ્તાને મોટી ઇજા આપી હતી. પાકિસ્તાનને આ ઇજાથી 1971માં બાંગ્લાદેશ યુદ્ધના રૂપમાં થયું અને પાકિસ્તાનના બે ટુકડા થયાં હતા. જે પછી પાકિસ્તાનની શર્મજનક હાર થઇ હતી અને 90 હજાર સૈનિકોનો ભારતે યુદ્ધકેદી બનાવ્યા હતા.

ઈમરજન્સી (1975-77)

Blue Star_ Tv9
દેશના ઇતિહાસમાં કાળો દિવસ

25 જૂન 1975ના ઇન્દિરા ગાંધીએ અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાને માન્યા રાખ્યો ન હતો. જે પછી તેમને સમગ્ર દેશમાં ઈમરજન્સી લાગું કરી દીધી હતી. જે પછી મોટી સંખ્યામાં વિરોધીઓની ધરપકડ કરવામાં આવી હતી. ભારતનની લોકશાહીમાં આ દિવસને ‘કાળા દિવસ’ કહેવામાં આવે છે. દેશમાં 19 મહિના સુધી ઈમરજન્સી લાગુ રહી હતી.

પોખરણમાં પરમાણુ પરીક્ષણ (1974)

Pokhran_Tv9
ઇન્દિરા ગાંધીનો શક્તિશાળી નિર્ણય

18 મે 1974 ભારતીય ઇતિહાસમાં મહત્વનો દિવસ છે. જ્યારે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરી દુનિયાને ચોંકાવી દીધું હતું. આ ઑપરેશનને સ્માઇલિંગ બુદ્ધા નામ આપવામાં આવ્યું હતું.

રાજ અને શાહી પરિવારને ભથ્થું આપવાનું બંધ (1971)

આઝાદી પછી દેશના રાજ પરિવારોને એક નિશ્ચિત રકમ આપાવાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ 1971માં બંધારણમાં ફેરફાર કરીને આ પ્રથાનો અંત લાવ્યો હતો. જેને સરકારી ધનનો વ્યય ગણાવ્યો હતો.

ઑપરેશન બ્લૂ સ્ટાર (1984)

indira_Tv9
દેશનું વિભાજન થવા દીધું ન હતું

પંજાબના જરનૈલ સિંહ ભિંડરાવાલ પોતાની પ્રાઇવેટ સેના સાથે ભારતનું વિભાજન કરવા માગતો હતો. ત્યારે ભિંડરાવાલે પંજાબના ગોલ્ડન ટેમ્પલમાં છુપાયો હતો. ભારતીય સેનાએ ઑપરેશન બ્લૂસ્ટાર ચલાવ્યું હતું. જેમાં ઘણાં સામાન્ય લોકોના પણ મોત થયા હતા. ઑપરેશન બ્લૂસ્ટારનો બદલો લેવા માટે જ ઇન્દિરા ગાંધીની હત્યા પણ કરવામાં આવી હતી.

ઑપરેશન મેઘદૂત (1984)

ઑપરેશન મેઘદૂત
ઑપરેશન મેઘદૂત

17 એપ્રિલ 1984માં પાકિસ્તાન સિયાચિન પર કબ્જો કરવા માગતું હતું. જેની જાણકારી ભારતીય સેનાને થઇ. આ મામલે ભારતીય સેનાએ એક ઑપરેશન ચલાવ્યું હતું જેનું નામ ઑપરેશન મેઘદૂત રાખવામાં આવ્યું હતું. પાકિસ્તાન સેનાની આ યુદ્ધમાં પણ ભારે હારનો સામનો કરવો પડ્યો હતો.

[yop_poll id=55]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

FB Comments

Hits: 798

TV9 Web Desk6

Read Previous

તમામ બૉલિવૂડ સ્ટાર્સને પાછળ પાડી દીધા તૈમૂરે! એક ફોટોની કિંમત સાંભળીને રહી જશો દંગ!

Read Next

Who will be the owner of your social media account after your death?

WhatsApp chat