VIDEO: બિસ્માર રસ્તાથી કંટાળેલા શહેરીજનોએ કલેકટર કચેરી ખાતે કર્યુ એવું આંદોલન કે તાત્કાલિક સમારકામ શરૂ કરવુ પડ્યુ

ભરૂચના બિસ્માર રસ્તાથી કંટાળી આજે કેટલાક શહેરીજનોએ રસ્તાના ખાડા ન પુરાય ત્યાં સુધી કલેકટર કચેરી સામે મુખ્ય માર્ગ ઉપર વાહન ઉભા રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. દોઢ કલાકના વિરોધ પ્રદર્શન બાદ પાલિકા તાત્કાલિક ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાવતા વિરોધ પ્રદર્શન સમેટી લેવાયું હતું.

ભરૂચમાં બિસ્માર માર્ગોની સમસ્યાને લઈ યુવાનનો અનોખો વિરોધકલેક્ટર કચેરી નજીક માર્ગ પર પડેલા ખાડા પાસે કાર ઉભી રાખીને નોંધાવ્યો વિરોધજ્યાં સુધી ખાડા ન પુરાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શનની ચીમકીલોકોને પણ વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે કરી અપીલAnkeet Modi#TV9News #tv9live #tv9fblive #Bharuch #Gujarat #PoorRoads #DamageRoads #PotholesfreeGujarat

TV9 Gujarati यांनी वर पोस्ट केले शनिवार, ३१ ऑगस्ट, २०१९

સવારે 10 વાગ્યાની આસપાસ દિવ્યેશ ઘેટીયા નામના યુવાન કલેકટર કચેરી સામે કાર ઉભી રાખી બિસ્માર રસ્તા અને પાલિકાના સમારકામ માટે ઉદાસીન વલણનો વિરોધ શરુ કરતા સ્થાનિક યુવાનો અને વાહનચાલકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ: 70 વર્ષના વૃદ્ધ કોરોના સામે જીત્યા જંગ, હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

ચક્કાજામની સ્થિતિ સર્જાતા પોલીસ દોડી આવી હતી અને આંદોલન સમેટાવી લેવાના પ્રયાસના ભાગરૂપે રોડ ઉપર ઉભેલા દિવ્યેશને જીપમાં બેસાડી કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં લઇ જવાયો હતો. જો કે લોકોમાં રોષ ખુબ હોવાથી અન્ય રહીશો પણ હટયા ન હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Man arrested for stabbing dog after animal bit his daughter, Mumbai - Tv9 Gujarati

 

 

બિસ્માર રસ્તાનો વિરોધ કરનાર દિવ્યેશ ઘેટીયાએ જણાવ્યું કે ભરૂચમાં ખાડા નથી ખાડામાં ભરૂચ છે પણ કોઈને કોઈ ફરક પડતો નથી. મેં જાગૃત નાગરિક તરીકે વિરોધ કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બિપીનચંદ્ર જગદીશવાળાએ જણાવ્યું કે એપ્રિલ મહિનામાં બનેલા રસ્તા જૂન – જુલાઈમાં ધોવાઈ જાય છે. પૂછીએ તો કહે છે કે ભારે વરસાદના કારણે થયું છે. રસ્તા ધોવાય પણ સમારકામ પણ થતું નથી. સ્થાનિકોનો રોષ શાંત થતો નજરે ન પડતા આખરે પાલિકાએ તાત્કાલિક સમારકામ શરુ કરાવતા ભરૂચવાસીઓએ આંદોલન સમેટી લીધું હતું.

READ  શું રૂ.2000ની નોટ થશે બંધ? ATMમાં થઈ રહ્યા છે ફેરફાર! જાણો શું છે કારણ

 

Oops, something went wrong.
FB Comments