દક્ષિણ ગુજરાતની 5 લોકસભા બેઠકો પરથી ભાજપ-કોંગ્રેસ કોને ઉતારશે મેદાનમાં, કોને મળશે દિલ્હી જવાની તક, જુઓ VIDEO

ગુજરાતની લોકસભા બેઠકોમાં આ વખતે ક્યો પક્ષ, ક્યા ઉમેદવારને મેદાનમાં ઉતારશે તે અંગે ચારેય બાજુ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતના પાંચ બેઠકોની. આ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ કયા કયા ઉમેદવારોને મેદાનમાં ઉતારી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ભરૂચ, વલસાડ અને બારડોલી લોકસભા બેઠક આવે છે. સવાલ એ છે કે આ બેઠકો પર કોને ટિકિટ મળશે. કોને દિલ્હી જવાની તક મળશે. નજર કરીએ, આ પાંચ બેઠકો પરના સંભવિત ઉમેદવારોના નામ પર.

દક્ષિણ ગુજરાત અને અહીંની લોકસભાની બેઠકો પર આદિવાસી સમાજનું મોટું પ્રભુત્વ છે. એટલે આદિવાસ સમાજ ચોક્કસ નિર્ણાયક સાબિત થઈ શકે.  જાતિના સમીકરણો જોતા ભાજપ અને કોંગ્રેસ લોકસભાના સંગ્રામમાં કોને મેદાને ઉતારશે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સુરત બેઠક

સૌથી પહેલા વાત કરીએ સુરત બેઠકની. સુરત લોકસભા બેઠક પર દર્શના જરદોશ છેલ્લી બે ટર્મથી જીતતા આવ્યા છે. મનાઈ રહ્યું છે કે, નિર્વિવાદિત છબીના કારણે દર્શના જરદોશને ભાજપ રિપીટ કરી શકે છે. તો સાથે જ સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલા, પાટીદાર નેતા નાનુ વાનાણી અને ભાજપના પૂર્વ ધારાસભ્ય અજય ચોક્સી અને પૂર્ણેશ મોદી પણ આ રેસમાં છે. આ તરફ કોંગ્રેસમાંથી પપન તોગડિયા, યુવા નેતા અશોક આધેવાડ અને કોંગ્રેસના કોર્પોરેટર અશોક જીરાવાલાનું નામ ચર્ચાઈ રહ્યું છે.

 

READ  IPS અધિકારીઓ જ કરે છે ભ્રષ્ટ્રાચાર! નિવૃત IPS અધિકારીની FB પોસ્ટ થઈ વાયરલ

ભરૂચ બેઠક

ભાજપનો ગઢ ગણાતી ભરૂચ લોકસભા બેઠક અંગે વાત કરીએ. છેલ્લી ચાર ટર્મથી ભાજપના મનસુખ વસાવા ભરૂચના લોકસભાના સાંસદ છે. જોકે પોતાના નિવેદનોને લઈને વિવાદમાં રહેતા મનસુખ વસાવાની ટિકિટ કપાઈ શકે છે. ભાજપ મનસુખ વસાવાના બદલે દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહને મેદાનમાં ઉતારી શકે છે. ભાજપમાંથી પૂર્વ સાંસદ ચંદુ દેશમુખના પુત્રી ડૉ. દર્શના દેશમુખ પણ રેસમાં છે. તો આ તરફ કોંગ્રેસ અને BTPનું ગઠબંધન ભરૂચમાં ભાજપની મુશ્કેલી વધારી શકે છે. કોંગ્રેસ-BTP વચ્ચે ગઠબંધન થાય તો છોટુ વસાવાને ટિકિટ અપાય તેવી શક્યતા છે. અને ગઠબંધન ન થાય તો કોંગ્રેસ યુવા પ્રમુખ શેરખાન પઠાણ અથવા ઝુલ્ફીકાર સૈયદને ટિકિટ મળી શકે છે.

READ  Congress' Arjun Modhwadia to file nomination form on Porbandar seat tomorrow - Tv9 Gujarati

નવસારી બેઠક

દક્ષિણ ગુજરાતની નવસારી બેઠક પર ગત બે ટર્મથી સી.આર. પાટીલ લોકસભાના સાંસદ છે અને ફરી સી.આર. પાટીલનું નામ લગભગ નક્કી છે. તો આ તરફ કોંગ્રેસ નૈષધ દેસાઈ કે સિદ્ધાર્થ દેસાઈને મેદાનમાં ઉતારી શકે છે. જો કે વિકાસકાર્યોમાં સી.આર.પાટીલનો મોટો ફાળો છે અને તેમની જીતની શક્યતા પણ વધુ છે.

જુઓ VIDEO:

BJP and Congress candidates who are likely to contest LS elections from South Gujarat

#BJP and #Congress candidates who are likely to contest LS elections from South Gujarat#Gujarat #TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले गुरुवार, ७ फेब्रुवारी, २०१९

વલસાડ બેઠક

વલસાડ બેઠક જે પક્ષ જીતે તેની કેન્દ્રમાં સરકાર બનતી હોવાની માન્યતા છે. આ વખતે હની ટ્રેપ કેસ બાદ વલસાડ લોકસભા બેઠક પર ભાજપમાંથી ડૉ. કે.સી. પટેલની ટિકિટ કપાઈ શકે છે અને કે.સી. પટેલના ભાઈ ડૉ. ડી.સી. પટેલને ભાજપ મેદાનમાં ઉતારી શકે છે. તો સ્થાનિક નેતા પ્રવીણ પટેલને પણ ભાજપ તક આપી શકે છે. તો આ તરફ કોંગ્રેસમાંથી પૂર્વ સાંસદ કિશન પટેલ અથવા કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીને કોંગ્રેસ પસંદ કરી શકે છે.

READ  હવે સુરત બન્યુ કોરોનાનુ હોટસ્પોટ. રોજબરોજ વધતા જતા કોરોનાના કેસથી તંત્ર ચિતીત. કોરોનાના કેસ ઘટાડવા અમદાવાદ પેટર્નનો કરાશે અમલ

બારડોલી બેઠક

હવે વાત કરીએ બારડોલી બેઠકની. તો ભાજપના પ્રભુ વસાવા ગત ચૂંટણીમાં 1 લાખ કરતા વધુ મતોની લીડથી જીત્યા હતા. તેથી પ્રભુ વસાવાને ભાજપ રિપીટ કરી શકે છે. તો રિતેશ વસાવાને પણ ભાજપ તક આપી શકે છે. આ તરફ કોંગ્રેસ પૂર્વ મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને ટિકિટ આપી શકે છે. તો શક્યતા માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીના નામની પણ પ્રબળ છે. આ તો માત્ર સંભવિત નામો છે. પક્ષ પસંદ તેને જ કરશે, જેની જે-તે વિસ્તારમાં લોકપ્રિયતા વધુ હોય.

[yop_poll id=1209]

Oops, something went wrong.
FB Comments