જાણો 7 બેઠકોની પેટાચૂંટણી માટે શું રહેશે ભાજપનો ચક્રવ્યૂહ

ગુજરાતમાં આવનાર સાત વિધાનસભાની પેટ ચૂંટણીના શ્રી ગણશે પ્રદેશ ભાજપે કરી દીધા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી એ 7 વિધાનસભા માટે સરકાર અને સંગઠન માંથી એક-એક હોદેદારોને વિધાનસભા ઇન્ચાર્જ તરીકે ની નિમણૂક આપી છે. સરકારના એક મંત્રી તથા સંગઠનના એક પદાધિકકારી એમ વિધાનસભા દીઠ 2 ઇન્ચાર્જના નામો ની યાદી ગઈકાલે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જાહેર કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાતની 4, મધ્ય ગુજરાતની 3 વિધાનસભા બેઠકો માટે ઇંચાર્જ ની નિમણુંક કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી એ ગઈકાલે કમલમ ખાતે થી વિધાનસભા ઇન્ચાર્જ ની નિમણુંક કરી હતી.

આ પણ વાંચો: ભાજપના પેટાચૂંટણી માટે શ્રીગણેશ, પેટાચૂંટણી માટે ઇન્ચાર્જની નિમણૂક, જુઓ VIDEO

આ સાત વિધાનસભા ના ઇન્ચાર્જ ની વાત કરવામાં આવે તો મોરફા હડફ વિદ્યાસભા બેઠક પર ભાજપ પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, અને કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા જયારે લુણાવાડા વિધાનસભા બેઠક પર પ્રદેશ મહામંત્રી ભરતસિહ પરમાર,અને રાજ્ય કક્ષાના મંત્રી જયદ્રથ સિહ પરમાર. થરાદ વિદ્યાસભા બેઠક પર બનાસકાંઠા જિલ્લા ના પ્રભારી દુષ્યંત પ્ંડ્યા અને કેબિનેટ મંત્રી ભુપેન્દ્ર સિહ ચુડાસમા જયારે ખેરાલુ વિધાનસભા બેઠક પર મહેસાણા જીલ્લા પ્રભારી જગદીશ પટેલ અને ડેપ્યુટી સીએમ નિતિન પટેલ. અમરાઇવાડી વિદ્યાસભા બેઠક પર પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ કે જાડેજા અને કેબિનેટ મંત્રી આર સ ફળદુ જયારે બાયડ વિધાનસભા બેઠક પર પ્રદેશ મંત્રી હર્ષદ ગિરિ ગૌસ્વામી અને ગુમંત્રી પ્રદીપ સિહ જાડેજાનું નામ છે. તો રાધનપુર વિદ્યાસભા બેઠક પર પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ અને કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર ની નિમણુંક કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી એ નિમણુંક કરેલા આ વિધાનસભા ઇંચાર્જ માં એક હોદેદાર એ સંગઠન માંથી અને બીજા હોદેદાર એ રાજ્ય સરકારના મંત્રી ને બનાવામાં આવ્યા છે. એટલે કે જે તે વિધાસભામાં ચૂંટણી સંપર્ક અને પ્રચાર દરમ્યાન જો સ્થાનિક પ્રશ્નો સામે આવે તો સંગઠન કક્ષા એ સંગઠન ના હોદેદાર દ્વારા અને સરકાર કક્ષાએ સરકારના મંત્રી દ્વારા નિરાકરણ લાવી શકાય.

READ  જસદણના એ ખેડૂતો મતદાન મથક પર તો પહોંચ્યા, પણ મત આપ્યા વગર જ પરત ફર્યાં, પોલીસે કેમ આ ખેડૂતોએ ન આપી મતદાન મથકમાં એન્ટ્રી?

આ તમામ વિદ્યાસભા ઇન્ચાર્જ એ ચૂંટણી સુધી બેઠકો પર સીઘી નજર રાખશે. મહત્વનુ છે કે બાયડ વિધાનસભા અને ખેરાલુ વિદ્યાસભા બેઠક  મુશ્કેલ માનવામાં આવી રહી છે. એટલા માટ્ટે જ આ બેઠકોની જવાબદારી ગુહ રાજ્ય મંત્રી પ્રદીપ સિહ જાડેજા અને ડેપ્યુટી સીએમ નિતિન પટેલ ને સોપવામા આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગુજરાતી ફિલ્મ કલાકાર મલ્હાર ઠાકર સોશિયલ મીડિયામાં ટ્રોલ, નાગરિકતા સંશોધન બિલ પર કરી હતી આ ટિપ્પણી

 

આ મામલે પ્રદેશ અધ્યક્ષ જીતુ વઘાણી એ જણાવ્યું હતું કે ”ભાજપા પ્રજાલક્ષી કાર્યો, નીતિ, મૂલ્યો, રાષ્ટ્રવાદી વિચાર તથા રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે વિધાનસભા પેટા ચૂંટણીના મેદાનમાં ઉતરશે અને તમામ સાતેય વિધાનસભા બેઠકો પર ભવ્યાતિભવ્ય વિજય મેળવશે. આગામી વિધાનસભા પેટા ચૂંટણીને અનુલક્ષીને ભાજપા દ્વારા સાતેય વિધાનસભા બેઠકો માટે ઇન્ચાર્જ નિમણૂંક કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સર્વસ્વીકૃત નેતૃત્વ, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તથા કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના સંગઠનાત્મક માર્ગદર્શન હેઠળ ભાજપા ગુજરાત પેટાચૂંટણી માટે સજ્જ છે. ”

READ  Bapu's beloved charkha found in washroom in Gandhi ashram, Ahmedabad - Tv9 Gujarati

 

Top 9 Business News Of The Day : 21-02-2020 | Tv9GujaratiNews

FB Comments