ગણતરીના કલાકોમાં ભાજપ જાહેર કરી શકે છે 25 ઉમેદવારોના નામ, આ 13 બેઠક પર ઉમેદવારોનું પત્તુ કપાવાની સંભાવના સૌથી વધારે!

ગુજરાતની 25 સીટો માટે ભાજપ હવે ક્યારેય પણ કરી શકે છે નામોની જાહેરાત કરી શકે છે.  ગુજરાતની નામોની યાદી તૈયાર છે, જેમાં કંઈ વધુ ચર્ચા કરવાની રહેતી નથી. માત્ર સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની રાહ જોવાઇ રહી છે અને તેના પુર્ણ થયા પછી ક્યારેય પણ નામોની જાહેરાત થવાની સંભાવના છે.

ભાજપે પોતાની પ્રથમ યાદી જાહેર કરી ત્યારે તેની યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનુ નામ સૌથી વધુ ચર્ચાનો વિષય રહ્યો છે. અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે એટલે કે ભાજપના વરિષ્ઠ નેતાની ટિકીટ કાપીને અમિત શાહને આપવામાં આવી છે. ત્યારે હવે ગુજરાતના 25 સીટો માટે દિલ્હીમાં મથામણ થઇ રહી છે, જેના માટે સીએમ વિજય રુપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સહિતના આગેવાનો પહોચ્યા છે.  તેો બેઠક કરી રહ્યા છે ત્યારે માનવામાં આવે છે કે મોડી સાંજ સુધી સ્થિતિ સ્પષ્ટ થઇ જશે જો યુપીના નામો પણ સાથે જ જાહેર કરવાના હોય તો વધુમાં વધુ કાલ સવાર સુધી તો ગુજરાતની બેઠકોના  નામો જાહેર થઇ જશે.

READ  પેટાચૂંટણીનું પોસ્ટમોર્ટમ ભાગ-4: ભાજપે કેમ ગુમાવવી પડી પરંપરાગત થરાદ બેઠક?

ટીવી9 પાસે વિવિધ ગ્રાઉન્ડ રિપોર્ટના સાથે ખાસ માહિતી છે જેમાં કેટલાની ટીકીટ જાતિગત સમીકરણો અને ભૌગૌલિક પરિસ્થિતિના કારણે કપાઇ શકે છે તો કેટલાં ઉમેદવારોને ફરીથી મોકો મળી શકે તેવી ગ્રાઉન્ડ માહિતી મળી રહી છે.

રિપીટ થાય તેવી સંભાવના ક્યા બેઠક પર જોવા મળી રહી છે?

કચ્છમાં વિનોદ ચાવડા રિપીટ થાય તેવી સંભાવના પ્રબળ છે તો અમદાવાદ પશ્ચિમમાં  કિરીટ સોંલંકી રિપીટ થઇ શકે છે.  રાજકોટ બેઠક પરથી મોહન કુંડારિયાને રિપીટ કરવામાં આવશે. જામનગર પુનમબેન માંડમને રિપીટ કરાઈ તેવી અટકળો છે.  જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસ્માને ફરીથી પાર્ટી ટિકીટ આપી શકે છે. અમરેલીમાં નારાણ કાછડીયા પણ રિપીટ થઇ શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે. ખેડા બેઠક પરથી  દેવુસિંહ ચૌહાણને પાર્ટી ફરીવાર એક તક આપી શકે છે. દાહોદ જશંવંતસિહ ભાભોર જે કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યાં છે તેને પાર્ટી ફરીથી રિપીટ કરી શકે તેવા એંધાણ છે.

 

 

વડોદરા બેઠક પર નજર કરીએ તો  રંજન બેન ભટ્ટને ફરીથી સુકાની  પાર્ટી સોંપી શકે છે.  છોટા ઉદેપુર બેઠક પરથી  રામસિંહ રાઠવાને ફરીથી મેદાનમાં ઉતારવામાં આવે તેવી અટકળો છે.  ભરુચ બેઠક પરથી મનસુખ વસાવાને ફરીથી પાર્ટી તક આપી શકે છે. બારડોલી બેઠક પરથી  પ્રભુ વસાવાને ફરીથી રિપીટ કરીને લડાવવામાં આવે તેવી અટકળો સેવાઈ રહી છે. નવસારી બેઠક પરથી  સી આર પાટીલને ફરીથી સુકાન સોંપે તેવું લાગી રહ્યું છે.

READ  શિયાળાની 11 મોટી સમસ્યાઓ અને સમાધાન માત્ર 1! જાણો એક ક્લિક પર...

આ 13 બેઠકો ઉપર નામો બદલવાની સંભાવના છે.

બનાસકાંઠામાં પરબત પટેલનુ નામ પાક્કું તેવું  માનવામાં આવી રહ્યું છે તોહરિભાઇ ચૌધરી કપાશે તેવા એંધાણ દેખાઈ રહ્યાં છે.  પાટણમાં લીલાધર વાઘેલા કપાશે તો આ વખતે પાર્ટી  ભરતસિંહ ડાભીને આ બેઠક પરથી અજમાવી શકે છે.  મહેસાણામાં જયશ્રી બેન કપાશે તેવી અટકળો છે અને પાટીદારોને ખુશ કરવા સી કે પટેલને પાર્ટી આપી શકે છે તો સાથે અહીંથી રજનીભાઇ પટેલને પણ ટીકીટ મળી શકે છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.  સાબરકાઠામાં દીપસિંહ રાઠોડનું નામ તો છે પણ સાથે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને પણ પાર્ટી ટિકીટ આપીને મેદાનમાં ઉતારે તો નવાઈ નહીં.

વિઠ્ઠલ રાદડીયા

અમદાવાદ પુર્વમાં હરિન પાઠક અથવા મનોજ જોશી સાથે જો મહેસાણાથી સી કે પટેલને ટીકીટ નહી મળે તો તેઓ અહીંથી પણ દાવેદાર છે. આ વખતે પાર્ટી  પરેશ રાવલને ટિકીટ ન આપવાના મૂડમાં દેખાઈ રહી છે. સુરેન્દ્રનગરમાં ડો મહેન્દ્ર મુજપુરાને ટિકીટ અપાઈ શકે છે તો દેવજી ફતેપરાની ટિકીટ કપાવાની વાતો ચર્ચાઈ રહી છે.  પોરબંદરમાં વિઠ્ઠલ રાદડીયાના પરિવારમાંથી અથવા જશુમતિ કોરાટને તક મળે તેવા સમાચાર મળી રહ્યાં છે.  આણંદમાં દિપકભાઇ પટેલ સાથી અથવા બકાભાઇ પટેલને પાર્ટી ઉતારી શકે છે.

READ  અમદાવાદમાં મેઘરાજાએ વિરામ લીધો છતાં ભૂવા પડવાનું યથાવત, જુઓ VIDEO

પંચમહાલમાં પ્રભાત સિહ ચૌહાણ ઉપર વિચાર થઈ રહ્યો છે પણ પાર્ટી પાસે સી કે રાઉલજી અથવા તુષાર મહારાવને તક આપવાનો વિકલ્પ યથાવત છે.  સુરતમાં દર્શનાબેન જરદોશ અથવા નિતિન બજીયાવાલાને ટીકીટને ટિકીટ આપવામાં આવી શકે છે.  વલસાડના કે સી પટેલના ઓપ્શન તરીકે ડીસી પટેલ અથવા ઉષા પટેલને ટીકીટ મળી શકે છે તો ભાવનગરમાં ભારતિબેન શિયાળ કપાઇ શકે છે રાજેન્દ્ર સિહ રાણાને ટીકીટ મળી શકે છે.  જો જાતીય સમીકરણોને ધ્યાનમાં લેવામાં આવે તો ભારતીબેન શિયાળને ફરીથી મેદાનમાં પાર્ટી ઉતારી શકે છે.

Oops, something went wrong.
FB Comments