મહારાષ્ટ્રમાં મહાખેલ: શિવસેના સાંસદ સંજય રાઉતે NCP નેતા અજીત પવાર પર કર્યા આકરા પ્રહારો, જુઓ VIDEO

BJP can do anything to come into power: Sanjay Raut, Shiv Sena

શનિવારે વહેલી સવારે મહારાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપે NCPની સાથે મળીને સરકાર બનાવી લીધી છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવ્યા હતા. ત્યારે અજીત પવારને નાયબ મુખ્યપ્રધાનનું પદ આપવામાં આવ્યું છે.

 

ત્યારે તેને લઈને શિવસેના પરેશાન છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે ગઈ કાલે રાત્રે 9 વાગ્યા સુધી અજીત પવાર અમારી સાથે બેઠા હતા. તમામ વાતચીતમાં સક્રિય હતા. અચાનકથી તે ગાયબ થઈ ગયા, તેઓ નજરથી નજર મેળવીને નહતા બોલી રહ્યા. જે વ્યક્તિ પાપ કરવા જાય છે તેની નજર જે પ્રકારે ઝુકે છે તેવી હાલત હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગાંધીનગરમાં LRDનો વિવાદ વકર્યોઃ પરિપત્ર રદ કરાયો તો, બિનઅનામત વર્ગ દ્વારા આંદોલનની ચીમકી

સંજય રાઉતે કહ્યું કે રાજ્યના રાજ્યપાલ એક એવા વ્યક્તિ જે RSSમાંથી આવ્યા છે, સંસ્કારી છે, ધર્મનું પાલન કરશે પણ અંધારામાં પાપ થાય છે, ચોરી થાય છે. મહારાષ્ટ્રમાં જે પ્રકારે અંધારામાં સરકારને શપથ લેવડાવ્યા છે, તે યોગ્ય નથી. અજીત પવારે છત્રપતિ શિવાજી મહારાજનું નામ બદનામ કર્યુ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  2 યુવાઓએ ખોલ્યું દુનિયાનું સૌથી અનોખું મોદી થીમ પર કૅફે, જ્યાં કૉફી ટેબલ પર મળે છે મોદી અને મોદી સરકારથી જોડાયેલી કામની A2Z જાણકારી

 

 

વધુમાં સંજય રાઉતે કહ્યું કે આ સમગ્ર મામલે શરદ પવાર સાથે સંપર્કમાં છીએ. ઉદ્ધવ ઠાકરે સાથે તેમની વાતચીત થઈ છે. અજીત પવારે જે પાપ કર્યુ છે કે તેમાં શરદ પવાર સામેલ નથી. આ છેતરપિંડી શિવસેનાની સાથે નહીં મહારાષ્ટ્રની જનતા સાથે થઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મંત્રી પદ માટે ભાજપ આપી રહી છે 50 કરોડ રૂપિયાની ઓફર, ધારાસભ્યે લગાવ્યો આરોપ

 

FB Comments