જો આ લાયકાત હોય તો તમને પણ ભાજપ આપી શકે છે લોકસભા ચૂંટણીની ટિકીટ, તમે ભાજપ સાથે જોડાયેલા હોય તે પણ જરુરી નથી!

ભાજપે હવે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો શોધવાની કવાયત હાથ ધરી છે. વિવિધ લાયકાતો નકકી કરી દેવામાં આવી છે અને એ લાયકાતો તમારામાં હોય તો તમને પણ ભાજપ લોકસભાની ચૂંટણી લડવા માટે ટિકીટ આપી શકે છે. 

ભાજપ હવે ગુજરાતમાં 26 લોકસભા સીટો માટે ઉમેદવારોની શોધ માટે કવાયત શરુ કરશે. જેના માટે પ્રદેશ કાર્યાલયમાં યોજાયેલી બેઠકમાં નિરિક્ષકોને ખાસ સુચનાઓ આપવામાં આવી છે. ઉમેદવારોનુ પરફોર્મન્સ તો જોવાનુ રહેશે પણ તે જીતાઉ ઉમેદવાર છે કે કેમ તેનું ધ્યાન રાખવા પણ કહેવાયુ છે.  જેમના ઉપર કેસ ચાલતો હોય અથવા કોર્ટે જેમને કોઇ કેસમાં દોષિત ઠેરવ્યા હોય તેવા ઉમેદવારોનો રેકોર્ડ અવશ્ય તપાસવુ તેમ છતાં સ્થાનિક નેતાઓને પણ કહી દેવાયુ છે કે જો કોઇ હાલનો સાસંદ મજબુત હોય તો બિન જરુરી વિવાદોમાં પડવુ નહીં. સ્થાનિક વિવાદ સ્થાનિક કક્ષાએ જ સમધાન કરી દેવો.  જે નામો આવશે તે સ્થાનિક કક્ષાએથી જ આવશે, તો બે કે ત્રણ સીટો ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામની માગ પણ થાય તેવી સુચના પણ સ્થાનિક કક્ષાએ આપવામા આવી છે. ટીવીનાઇનને ભાજપના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાની માહિતી હાથ લાગી છે તો જોઈએ કે તેમાં શું શરતો રાખવામાં આવી છે.

READ  IT raids Jewellery showrooms in Vadodara - Tv9 Gujarati

 

14મી તારીખથી બીજેપી ઉમેદવારો શોધવા માટે શરુ કરશે કવાયત

આમ તો ભાજપના સ્થાનિક નેતાઓ હંમેશા કહેતા આવ્યા છે કે લોકસભા ઇલેક્શન માટે ઉમેદવારોની પસંદગી હાઇ કમાન્ડ કરતું હોય છે. ભાજપના પ્રાદેશિક નેતાઓનો દાવો હોય છે કે પ્રદેશ કક્ષાએ ચૂંટણી સમિતિ જે પેનલ બનાવી મોકલી દે છે તેનો જ અંતિમ ફેંસલો સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ કરતી હોય છે. ભાજપે હવે પોતાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા 14 માર્ચથી શરુ કરશે, 16 માર્ચ સુધી તેમના 78 જેટલાં નિરિક્ષકો વિસ્તારોમા જશે અને કાર્યકર્તાઓને સાંભળશે પછી ત્યાંથી નામોની પેનલ બનાવીને પ્રાદેશિક ચૂંટણી કમિટીને આપશે.  17થી 19 સુધી આ ચૂંટણી કમિટી 3-3 નામોની પેનલ બનાવશે અને સેન્ટ્રલ પાર્લામેન્ટ્રી બોર્ડને મોકલી આપશે અને પછી કોને ટિકીટ મળશે અને કોને નહી તે અટકળોનો અંત આવી જશે.  કમલમમાં ઓમ માથુર અને સીએમ વિજય રુપાણીની હાજરીમાં જે બેઠક મળી તેમાં ઉમેદવારો માટે નિશ્ચિત ધારા ધોરણો નક્કી કરી દેવામા આવ્યા છે.

આ છે ઉમેદવાર બનવા માટેની લાયકાતો-

1. આ વખેત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એકલા નામથી નહી ચાલે, સ્થાનિક ઉમેદવાર પણ દમદાર હોવો જોઇએ.

2. ઉમેદવારની ખાસ કરીને જે તે જ્ઞાતિમા તેનો હોલ્ડ અને પ્રતિષ્ઠા હોવી જોઇએ.

READ  VIDEO: દિલ્હીના મુખર્જીનગરમાં રસ્તા પર કોઈ નક્સલવાદીની જેમ પિતા-પુત્ર પર પોલીસે લાકડીઓ વરસાવી

3. સ્થાનિક સંગઠનમાં તેનુ નામ ચાલવુ જોઇએ.

4. સ્થાનિક કે જિલ્લાકક્ષાએ ભલે તે સર્વ સંમત ન  હોય પણ પસંદગીનો રેશીયો 60-40 હોવો અનિવાર્ય છે.

5. નિરિક્ષકોને ખાસ કહેવાયુ છે કે જેટલા પણ નામો આવે તે તમામને આપવાના બદલે સ્થાનિક કક્ષાએ જ સ્ક્રુટની કરીને લિસ્ટ પ્રદેશ સ્તરે સોંપે.

6. જે સાસંદો પહેલાથી જ મજબુત છે  અને તેમના વિકલ્પ તરીકે કોઇ મજબુત આવે તેવા નામોની જ એન્ટ્રી કરવી.

7. અપરાધિક કેસો ચાલતા હોય તેવા ઉમેદવારોએ જાતે પોતાની હિસ્ટ્રી લાવવી ,જેથી ભવિષ્યમાં કાયદાકીય ગુંચથી બચી શકાય.

8. સારા કામ કરતા હોય તેવા સાસંદોને પ્રાથમિકતા આપવી.

9. જે સાસંદના વિકલ્પમાં સૌથી વધુ નામો આવે તેમની યાદી અલગથી બનાવવી.

9. સાંસદના એજ્યુકેશન, વ્યવસાય, અને પાર્ટી પ્રત્યેની નિષ્ઠા મહત્વની રહેશે.

10. ભાજપમાં ન હોય છતાં સારી પ્રતિષ્ઠીત વ્યવસાયિક અભિનેતા, ખેલાડી હોય તો તેમને પણ પ્રાથમિકતા આપવી.

11. સ્થાનિક ધારાસભ્યો પણ પોતાની ઉમેદવારી નોધાવી શકશે પણ તેમને પોતાની ક્ષમતા સાબિત કરવી પડશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનુ નામ પણ આવે તેવી થઇ ગઇ ગોઠવણ

ગાંધીનગર, બરોડા અને રાજકોટથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામ સ્થાનિક કક્ષાએથી જાહેર કરાય તેમ પણ કહેવાયુ છે, તો ગાંધીનગર અને અમદાવાદ પુર્વથી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામ નીચે કક્ષાથી મુકાય તેવુ આયોજન કરાયુ છે.  જેથી એવી બાબત પ્રસ્થાપિત કરી શકાય કે ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી અને અમિત શાહના લોકસભા ઇલેક્શન લડવાની માગ પ્રબળ છે. આથી કોગ્રેસ વિરુધ્ધ માહોલ બનાવી શકાય જેનો સીધો  લાભ ગુજરાતના પ્રચારમાં ઉઠાવી શકાય. માનવામા આવે છે કે પીએમ નરેન્દ્ર મોદી વારણાસીથી જ ઇલેક્શન લડશે.

READ  ચૂંટણી નજીક આવતાં જ કોંગ્રેસની અંધશ્રધ્ધા થઈ શરૂ, પહેલાં રોડ-શોમાં રાહુલ-પ્રિયંકાની અંધશ્રધ્ધા લોકોની નજરે ચડી

ઉમદવારોની પસંદગીમાં સ્થાનિક વિવાદ ન લાવવા આદેશ

આ ક્રાઇટેરિયા એટલા માટે પણ રાખવામા આવ્યા છે કે ભાજપ હાઇ કમાન્ડને પણ ખબર છે કે આ વખતે માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામથી નહી જીતાય. તેના માટે રાષ્ટ્રવાદ,જ્ઞાતિવાદ અને બુથોનો મેનેજમેન્ટ ખુબ જરુરી છે સાથે સ્થાનિક ઉમેદવાર પણ એવો હોવો જોઇએ જેનાથી સ્થાનિક કાર્યકર્તાઓને બહુ વાંધો ન હોય. વધુમાં સ્થાનિક રાજનીતિના કારણે કોઇપણ સાસંદના વિરોધને ગણવામાં નહી આવે. જેથી જો જીતાઉ ઉમેદવાર હોય તો તેની સાથે સ્થાનિક યુનિટ બેઠક કરીને વિવાદોનો સમાધાન લાવે તો સારુ તેવું નક્કી કરાયું છે.  માત્ર 1 જ નહીં પણ  3 નામો આવે તેવી રીતે જ સંકલન કરવા સ્થાનિક જિલ્લાની સંકલન સમિતિઓને કહેવાયુ છે.

FB Comments