દેશમાં 17 રાજ્યોની વિધાનસભામાં 64 બેઠક પર પેટાચૂંટણીઃ ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર

દેશમાં 17 રાજ્યોની વિધાનસભામાં 64 સીટ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની બેઠક પર પેટાચૂંટણીનું મતદાન 21 ઓક્ટોબરના દિવસે થશે. જે માટે ભાજપે પોતાના ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી છે. ભાજપે હાલ 13 રાજ્યોની કુલ 32 બેઠક માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. મહત્વનું છે કે, ચૂંટણીપંચે કર્ણાટકમાં 15, ઉત્તર પ્રદેશમાં 11, કેરળ અને બિહારમાં 5-5, ગુજરાતમાં 6, અસમ અને પંજાબમાં 4-4 બેઠક સહિત સિક્કિમમાં ત્રણ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ અને રાજસ્થાનમાં 2-2, અરૂણાચલ પ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ, મેઘાલય, ઓડિશા અને પોંડુચેરીમાં 1-1 બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત કરી છે. 21 ઓક્ટોબરે મતદાન પછી 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. જો કે પહેલી યાદીમાં ભાજપે ગુજરાતના ઉમેદવારોનું નામ જાહેર કર્યું નથી.

READ  ચીનની અવળી ચાલ : ભારતમાં 40 જવાનોની શહાદત છતાં, ચીનનો નથી છુટી રહ્યો 'મસૂદ મોહ'

આ પણ વાંચોઃ વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ નવરાત્રી અને ‘વાઈબ્રન્ટ ટોઈલેટ’, નેતાઓ અને VIP માટે ટોઈલેટમાં પણ AC

 

FB Comments