ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ આજે કલોલ ખાતે કરશે ‘શાહી રોડ શો’

ગાંધીનગર બેઠક પર પ્રચંડ બહુમતિથી જીતવા માટે ફરી એકવાર પ્રચાર માટે આજે ગાંધીનગર બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ કલોલમાં રોડ શો કરશે.

અમિત શાહનો રોડ શૉ યોજાશે ત્યારબાદ સાંજે તેઓ કાર્યકરો સાથે બેઠક કરશે. તેઓ ગાંધીનગર શહેર અને જિલ્લાના કાર્યકરો સાથે અલગ-અલગ જૂથમાં બેઠક કરશે. સાંજે ગાંધીનગરમાં સેક્ટર-22માં કાર્યકર્તાઓને મળશે. અમિત શાહ ગાંધીનગરની સામાજિક સંસ્થાઓ સાથે પણ બેઠક કરશે.

કલોલમાં પ્રચંડ પ્રચાર કરીને અમિત શાહનો રોડ શૉ ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારના 12 ગામડાઓમાં કરશે. લોક સંપર્કઆદરજ, વાવોલ, સહિતના ગામડાઓમાં ફરશે. અમિત શાહ ગાંધીનગર શહેર અને જિલ્લાના કાર્યકરો સાથે બેઠક કરીને ગાંધીનગરમાં ‘ક’ રોડ પર કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે.

READ  વડાપ્રધાન મોદીનો સપા-બસપા પર પ્રહાર, કહ્યું '23મેના રોજ આ ખોટી દોસ્તી તૂટી જશે'

ગાંધીનગર શહેરના બુથ લેવલના કાર્યકર્તા, હોદેદારો સાથે ગ્રુપ બેઠક અમિત શાહ બે અલગ-અલગ ગૃપમાં કરશે. અમિત શાહ કાર્યકર્તાઓને બુથ મજબૂત કરવા માટે માર્ગદર્શન આપશે. સેક્ટર-22માં સાંજે 7 અને 8 કલાકે બેઠક કરશે અને ગાંધીનગરની સામાજિક સંસ્થાઓ સાથે પણ બેઠક કરશે.

 

Oops, something went wrong.
FB Comments