ભારતીય રાજકારણનું સૌથી અનોખું દ્રશ્ય જોવા મળ્યું અમરેલીમાં, જનતાની સમસ્યાને લઈને ભાજપ-કોંગ્રેસ નેતા આવ્યા એકસાથે, શું કેન્દ્રમાં પણ ક્યારેય ભાજપ-કોંગ્રેસ આવશે એકસાથે?

સામાન્ય રીતે ક્યારેય કોઈ મુદ્દે ભેગા ન થતાં ભાજપ-કોંગ્રેસે હાથ મિલાવ્યા છે. અમરેલીમાં તૂટેલા રસ્તાઓની હાલત જોતાં આખરે અમરેલી ભાજપ-કોંગ્રેસે ભેગા થઈને આ રસ્તાઓની સ્થિતિ સુધારવાનું બીડું ઝડપ્યું છે.

અમરેલીના તૂટેલા રસ્તાઓ અને શહેરની દુર્દશાથી ત્રસ્ત ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને શહેરીજનોએ અમરેલીના રાજકમલ ચોકમાં થાળી વગાડી કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલા તંત્રને જગાડવનો પ્રયાસ કર્યો છે.

READ  જૂનાગઢ: મગફળી કૌભાંડ મુદ્દે ક્રાઈમબ્રાંચને મળી મોટી સફળતા, 3 આરોપીની કરી ધરપકડ

 

અમરેલી શહેરની અતિશય બિસ્માર હાલત વિરુદ્ધ શહેરીજનો જંગે ચડ્યા છે. સરકારી તંત્ર સામે કોંગી ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને ભાજપના જિલ્લા પૂવૅ પ્રમુખ ડૉ.કાનાબારે ઘંટનાદ કર્યો છે. તંત્ર તેમજ સરકારને જગાડવા રાજકમલ ચોક ખાતે રાજકીય આગેવાનો મહિલાઓ અને શહેરીજનો દ્વારા કરવામાં તંત્રના કાને વાત પહોંચાડવા આમ કરવામાં આવ્યું.

અમરેલીના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પણ તેમાં જોડાયા. આગામી 3 દિવસ સુધી ‘અમરેલી બચાવો નાગરિક અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. ઉપરાંત સૌએ ભેગા મળીને આગામી 8 ફેબ્રુઆરીના રોજ અમરેલી શહેર બંધનુ એલાન પણ આપ્યું છે.

READ  પ્રધાન બોલ્યા 'હું છું ત્યાં સુધી ગૌ હત્યા કરો', VIDEO થયો વાયરલ

[yop_poll id=1170]

Vadodara: Man arrested for smuggling ivory| TV9News

FB Comments