રાજ્યસભાની ચૂંટણીમાં રમીલાબેન બારાની પસંદગીથી ભાજપમાં જ નારાજગી?

BJP disappointed by the choice of Ramilaben Bara in the Rajya Sabha elections? Rajyasabha elections ma Ramilaben Bara ni pasandgi thi BJP ma j narajgi?

ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ગુજરાતમાંથી રાજ્યસભા માટે બે નામો પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. જેમાં વ્યવસાયે વકીલ એવા અભય ભારદ્વાજ તથા પૂર્વ ધારાસભ્ય રમીલાબેન બારાના નામનો સમાવેશ થાય છે. જો કે પ્રદેશ ભાજપને નામોની ક્યારે જાહેરાત કરવામાં આવશે અથવા તો કોની પર પસંદગી થશે તેનો બિલકુલ કયાસ હતો નહીં અને એ જ કારણ છે કે જ્યારે બુધવારે કેન્દ્રીય ભાજપ દ્વારા નામોની જાહેરાત કરવામાં આવી એના ટૂંક સમય પહેલાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા ઠરાવ કરીને તમામ હકો કેન્દ્રને આપવાની વાત કરવામાં આવી હતી.

BJP gives priority to senior workers in Rajya Sabha elections Rajya sabha election ma BJP e paya na karya karta o ne aapyu pradhanya

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું એ પણ છે કે શંભુપ્રસાદ ટુંડિયા દ્વારા રાજ્યસભાની ટીકિટ ફરી મેળવવા ખૂબ જ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ગાંધીનગરથી દિલ્હી દરબાર સુધી તેમણે પ્રયત્નો કર્યા હતા. જો કે ભાજપે આ વખતે ‘નો રિપીટ થિયરી’નું મન બનાવી લીધું હતું. ત્યારે પાયાના કાર્યકર્તા તેમજ આદિવાસી સમાજમાં પ્રભુત્વ ધરાવતા રમીલાબેન બારાની પસંદગી કરી છે.

READ  VIDEO: અમેરિકામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અપમાન, વિરોધ કરી રહેલા લોકોએ ગાંધીજીની પ્રતિમાને ઢાંકી દીધી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પરંતુ આ નામની પસંદગી પર જાણે પ્રદેશના કેટલાક નેતાઓના પેટમાં તેલ રેડાયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તેમાં પણ ખાસ કરીને દલિત આગેવાનોમાં નારાજગી હોવાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે નામની જાહેરાત કરવામાં આવી ત્યારે કમલમ્ ખાતે ભાજપના પ્રદેશ હોદ્દેદારોની બેઠક ચાલી રહી હતી. જેમાં રમીલાબેન બારા પણ ઉપસ્થિત હતા સાથે જ શંભુપ્રસાદ ટુંડિયા પણ ઉપસ્થિત હતા, જો કે બેઠક પૂર્ણ થતાંની સાથે CM નિવાસ સ્થાને જવા રવાના થયા હતા તો ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત કેટલાક પ્રદેશ હોદ્દેદારો પણ CM નિવાસ્થાને જવા રવાના થયા હતા.

માનવામાં આવી રહ્યું છે કે દલિત સમાજમાં રમીલાબેન બારાના નામની નારાજગી છે અને આ જ કારણ પણ હતું કે બેઠક પૂર્ણ થયા બાદ રમીલાબેન બારાના મીડિયા સંબોધન વખતે તેમની સાથે મહિલા મોરચાના 3 થી 4 મહિલા કાર્યકર્તાઓ જ ઉપસ્થિત રહ્યા હતા. બાકી મોટાભાગના કાર્યકર્તાઓ તથા નેતાઓએ તેમનાથી અંતર રાખ્યું હતું.

READ  VIDEO: દ્રોણેશ્વર મહાદેવના મંદિરે મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ, મંદિરમાં છુપાયા છે અનેક રહસ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નવાઈની વાત એ પણ છે કે નામની જાહેરાત બાદ કમલમ્ ખાતેથી આ અંગે કોઈ વિધિવત રીતે માહિતી પણ આપવાની તસ્દી લેવામાં આવી ન હતી. ભાજપની અત્યાર સુધીની રણનીતિ રહી છે કે કેન્દ્રમાંથી કોઈપણ નિર્ણય લેવામાં આવતો હોય છે. તેની જાહેરાત પ્રદેશ ભાજપના નેતૃત્વ દ્વારા પણ કરવામાં આવતી હોય છે. ત્યારે બુધવારે પ્રદેશના નેતાઓ જે રીતે મીડિયાથી દૂર ભાગી રહ્યા હતા, તે ખુબ જ આશ્ચર્ય જનક હતું.

આ પણ વાંચો: ભારતીય શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1800થી વધુ પોઈન્ટ ગગડ્યો

જો કે રાજ્યસભામાં કોને ટીકિટ આપવી કે કોને ટીકિટ ન આપવી એનો અબાધિત અધિકાર કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ પાસે છે. તેમાં પણ જ્યારે વાત ગુજરાતની હોય છે, ત્યારે કોઈપણ ચૂંટણીના ઉમેદવારો પસંદગીની વાત હોય કે પછી સંગઠનના માળખાની વાત હોય અંતિમ નિર્ણય અમિત શાહ તથા પીએમ મોદી લેતા હોય છે. તેવા સંજોગોમાં રાજ્યસભામાં રમીલાબેન બારાના નામ પર નારાજગી ખાવા છતાં ટીકિટ વાનછુંકો તથા તેમના સમર્થકો પાસે મૌન સેવી નિર્ણયનો સ્વીકાર કર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચતો નથી.

READ  મહેસાણામાં કોર્પોરેટરની 2 દીકરીને ગાયે અડફેટે લીધી, એકને હાથમાં ફ્રેક્ચર થયું

જો કે રમિલાબેન પોતાની પસંદગીથી ખૂબ જ ખુશ છે અને પીએમ મોદી તથા અમિત શાહનો આભાર પણ માને છે, TV9 સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે એક ધારાસભ્ય તરીકે તેમણે પોતાના વિસ્તારની સમસ્યાઓ અને આદિવાસી સમાજ માટેના પ્રશ્નોના સમાધાન માટે સતત પ્રયાસ કર્યા હતા. જ્યારે તેઓ રાજ્યસભામાં જશે ત્યારે આદિવાસી સમાજના પ્રશ્નો, સમસ્યા તથા સમાધાનની દિશામાં વધુ કામ કરશે.

 

Oops, something went wrong.
FB Comments