અખિલેશ યાદવને પોતાના ઘરમાં ચૂંટણી કાર્યાલય બનાવવાની ઓફર આપનાર ભાજપના નેતા 6 વર્ષ માટે સસ્પેન્ડ

ભાજપના પ્રદેશ અઘ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેયના આદેશથી આઈ.પી સિંહને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આઈ.પી સિંહે પાર્ટી વિરોધી કૃત્ય કરી, અખિલેશ યાદવને પોતાના ઘરમાં ચૂંટણી કાર્યાલય બનાવવાની ઓફર આપી હતી.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને પોતાના ઘરમાં ચૂંટણી કાર્યાલય બનાવવાની ઓફર આપનાર ભાજપના નેતા આઈ.પી.સિંહને પાર્ટીએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. આઈ.પી સિંહે પાર્ટી વિરોધી કૃત્ય કર્યુ હોવાથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું પ્રદેશ અધ્યક્ષનું કહેવું છે. મહત્વનું છે કે, આઈ.પી.સિંહે અખિલેશ યાદવના આઝમગઢથી ચૂંટણી લડવા અંગે ખુશી જાહેર કરી હતી. ઉપરાંત પહેલા પણ તે વિવાદિત નિવેદનો આપી ચુક્યા છે, જેના કારણે પાર્ટીની મુશ્કેલી વધી જતી હતી.

એક સમયના તત્કાલીન મુખ્યપ્રધાન કલ્યાણ સિંહની સરકારમાં રાજ્ય મંત્રી રહેલા આઈ.પી.સિંહે અખિલેશ યાદવના ચૂંટણી લડવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. ટ્વિટ કરીને આઈ.પી.સિંહે પોતાના ઘરને પાર્ટી કાર્યાલય બનાવવાની પણ ઓફર આપી હતી. સૂત્રોનું કહેવુ માનીએ તો, ભાજપના નેતા આઈ.પી.સિંહ છેલ્લા ઘણાં સમયથી પાર્ટીના નેતાઓથી નારાજ છે અને ઘણી વખત જાહેરમાં પણ પાર્ટીનો પણ વિરોધ કર્યો છે.

પહેલા પણ સસ્પેન્ડ કરાયા હતા

લાંબા સમયથી ભાજપની સાથે જોડાયેલા આઈ.પી.સિંહને 2014ની લોકસભા ચૂંટણી સમયે પણ BSP નેતા બાબૂ સિંહ કુશવાહને પાર્ટીમાં જોડાવાનો વિરોધ કર્યો હતો. જે બાદ આઈ.પી.સિંહને કાર્યકારીણીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. જો કે પાછળથી પાર્ટીએ તેમનુ સસ્પેન્સન પાછુ ખેચ્યું હતું.

READ  અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી, સમગ્ર શહેરમાં સરેરાશ 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો, જુઓ VIDEO

Oops, something went wrong.

FB Comments