• April 20, 2019

લોકસભા ચૂંટણીને લઈને ભાજપે ફાઈનલ કર્યા 250 નામ, અડવાણીની ટિકીટ કપાય તેવી શકયતા

લોકસભા ચૂંટણી 2019 માટે ભારતીય જનતા પાર્ટીનું પહેલુ લિસ્ટ જાહેર થઈ શકે છે. ભાજપે લગભગ 250 નામ ફાઈનલ કરી દીધા છે. આ લિસ્ટમાં ઘણાં નામ તેમને હેરાન કરી શકે તેવા પણ હોય શકે છે.

ભાજપની સંસદીય સમિતી દ્વારા તૈયાર કરેલા આ લિસ્ટમાં ઘણાં દિગ્ગજોની ટિકીટ કપાઈ શકે છે. ત્યારે લોકોને એ પણ પ્રશ્ન છે કે લાલ કૃષ્ણ અડવાણી અને મૂરલી મનોહર જોશી આ વખતે ચૂંટણી લડશે કે નહિં.ઉતરાખંડના પૂર્વ મુખ્યમંત્રી બી.સી.ખંડૂરી અને બી.એસ.કોશ્યારીએ જાતે જ ચૂંટણી નહીં લડવાનું નકકી કર્યુ છે. બંને નેતા ઈચ્છે છે કે યુવાનોને તક આપવામાં આવે.

 

 

પૂર્વ કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્ર અને પૂર્વ ડેપ્યુટી સ્પીકર કરિયા મુંડા પણ ચૂંટણી નહીં લડે. તેથી એ વાતની સંભાવના વધી ગઈ છે કે લાલ કૃષ્ણ અડવાણી, મૂરલી મનોહર જોશી, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનની સાથે સાથે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શાંતા કુમારને પણ ચૂંટણીમાંથી બાહર કરી દેવામાં આવે અથવા તે જાતે જ તેમનું નામ આગળ ના લાવે.

લાલ કૃષ્ણ અડવાણીની ઉંમર 91 વર્ષ છે અને મૂરલી મનોહર જોશીની સાથે તેમને પણ પાર્ટી નેતૃત્વએ 2014માં જ માર્ગદર્શન મંડળમાં સામેલ કરી દીધા છે. ત્યારે ભાજપે સંઘ પરિવારની સાથે મળીને નકકી કર્યુ હતુ કે 75 વર્ષથી વધારે ઉંમરના કોઈ પણ વ્યકિતને કાર્યકારી જવાબદારી નહી સોંપવામાં આવે. લાલકૃષ્ણ અડવાણી અત્યાર સુધી ગુજરાતની ગાંધીનગર સીટથી ચૂંટણી લડતા રહ્યાં છે.

દેશના ગૃહ મંત્રી અને નાયબ વડાપ્રધાન રહેલા લાલકૃષ્ણ અડવાણી સતત 6 વખત ગાંધીનગર લોકસભા સીટથી ચૂંટણી જીતી ચૂકયા છે. 1984માં ભાજપને 2 સીટથી 180 સીટ પહોંચાડનારા લાલાકૃષ્ણ અડવાણી અત્યારે રાજકારણમાં કેન્દ્રમાં નથી. ત્યારે કાનપુરથી સાંસદ મૂરલી મનોહર જોશીને ટિકીટ મળવાના ચાન્સ પણ ઓછા છે. તેમના સમર્થકો પ્રચારની તૈયારીઓ કરવા લાગ્યા હતા પણ જોશીએ તેમને કહ્યું કે હાલ ટિકીટનું નક્કી નથી. તેમ કહીને તેમને રોકયા હતા.

Few from Alpesh kathriya's group detained for creating chaos at Hardik Patel's public meeting:Police

FB Comments

Hits: 1605

TV9 Webdesk 9

Read Previous

PNB કૌભાંડ: મેહુલ ચોકસીને ભારત પરત લાવવાની પ્રક્રિયા ચાલુ

Read Next

જાણો નિરવ મોદીને ભારત લાવવા માટે કેટલો સમય લાગી શકે?

WhatsApp chat