રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે પાયાના કાર્યકર્તાઓને આપ્યું પ્રાધાન્ય

BJP gives priority to senior workers in Rajya Sabha elections Rajya sabha election ma BJP e paya na karya karta o ne aapyu pradhanya

રાજ્યસભાની ચૂંટણીને લઈને સસ્પેન્સ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. ભાજપ દ્વારા રાજ્યસભા માટે ગુજરાતમાં 2 નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં એક બ્રાહ્મણ અને એક મહિલા આદિવાસી નેતાને ટિકિટ આપવામાં આવી છે. મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ રાજ્યસભાની ચૂંટણી પહેલા તોડજોડની રાજનીતિની ધારણાઓ કરવામાં આવી રહી હતી.

 

જો કે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી 2 ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોટના જનસંઘ સમયથી ભાજપ સાથે જોડાયેલા વ્યવસાયે વકીલ એવા અભય ભારદ્વાજને ટિકિટ આપવામાં આવી છે સાથે જ આદિવાસી સમાજમાં પ્રભુત્વ ધરાવતા ભાજપના મહિલા નેતા રમીલા બારાની પસંદગી કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરત: જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યાનો VIDEO થયો વાયરલ

મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી તોડજોડની રાજનીતિ કરવામાં આવી રહી હતી. જેની સીધી અસર ભાજપના કાર્યકર્તાઓ પર થઈ રહી છે અને સમાજમાં પણ નેગેટિવ ઈમેજ ઉભી થઈ રહી છે, ત્યારે ભાજપે આ વખતે ગુજરાતમાં હાલ પૂરતી ખરીદ વેચાણ નીતિ પર બ્રેક લગાવી માત્ર 2 જ ઉમેદવારના નામ જાહેર કર્યા છે.

READ  કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવશે અને ચૂકવાશે વળતર, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે વાત એ પણ હજી ચર્ચાઈ રહી છે કે હજી પણ ભાજપ ત્રીજા ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે. કારણ કે રાષ્ટ્રીય નેતાગીરી દ્વારા હાલ કુલ 11 ઉમેદવારના જ નામ જાહેર કરેલા છે. જો બીજી યાદી બહાર પડે તો તેમાં ત્રીજા ઉમેદવારના નામની જાહેરાત થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચર્ચા એ પણ થઈ રહી છે કે કેન્દ્રીય નેતાગીરીએ ઉમેદવારના નામની પસંદગીમાં પ્રદેશ નેતાગીરીનો છેડ ઉડાવી દીધો છે. કારણ કે ઉમેદવારના નામની જાહેરાત થઈ ત્યાં સુધી પ્રદેશ નેતાઓને જ જાણ નહોતી કે ઉમેદવાર તરીકે કોના નામની જાહેરાત થઈ છે. કેન્દ્રીય નેતાગીરી દ્વારા આ ઉમેદવારના નામ જાહેર કરી પાર્ટીના કાર્યકર્તાઓને એ મેસેજ આપવા પ્રયાસ કર્યો છે કે પાર્ટી હજી પણ મૂળ ભાજપી અને જુના નેતાઓને જ મહત્વ આપે છે અને બીજું કે આદિવાસી મહિલા નેતાઓને પણ ભાજપ સ્થાન આપી રહ્યું છે. આમ હજી પણ ત્રીજા ઉમેદવારને લઈને સસ્પેન્સ યથાવત જ રહ્યું છે.

READ  આસામમાં NRC યાદી જાહેર થયા બાદ ગુજરાતમાં સરવેની શા માટે ઉઠી માગણી, બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ખતરાનો ભાગ-1

 

આ પણ વાંચો:  SBI બેન્કે લીધો મહત્વનો નિર્ણય, કરોડો ગ્રાહકોને થશે મોટો ફાયદો

 

Oops, something went wrong.
FB Comments