જાણો કેમ દિવાળી પહેલાં જ ભાજપ ફોડશે ફટાકડા?, 24 ઓક્ટોબરે કમલમ ખાતે વિજ્યોત્સવ

ગુજરાતની 6 વિધાનસભાની પેટાચૂંટણી અને મહારાષ્ટ્ર તેમજ હરિયાણાની ચૂંટણીના પરિણામો 24 ઓક્ટોબરના રોજ આવી રહ્યા છે. ગુજરાતની જો વાત કરવામાં આવે તો ભાજપ જીત માટે ખૂબ જ આશ્વસ્ત છે અને એ જ કારણ છે કે 24 ઓક્ટોબરના રોજ કમલમ ખાતે વિજ્યોત્સવ કરવામાં આવશે જેની જાહેરાત કરી દેવાઈ છે. માત્ર ભાજપના પ્રદેશ કાર્યાલય પર જ નહીં પણ તમામ 6 બેઠકો જ્યાં પેટાચૂંટણી યોજાઈ હતી ત્યાં પણ વિજયોત્સવ કરવામાં આવશે.

આ અંગે જાણકારી આપતા ભાજપ ઉપાધ્યક્ષ આઇ. કે.જાડેજા એ જણાવ્યું હતું કે અમે જીત માટે આશ્વસ્ત છીએ. મહારાષ્ટ્ર,હરિયાણા વિધાનસભા સાથે ગુજરાતની 6 બેઠકની પેટાચૂંટણી હતી. બંને રાજ્યોમાં  ભાજપ NDAની સરકાર બનશે. ગુજરાતની 6 વિધાનસભામાં ભાજપનો વિજય થશે. 24 ઓક્ટોબરના રોજ 12 વાગે કમલમમાં વિજ્યોત્સવ કરશે. સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં વિજ્યોત્સવ સાંજે 5 વાગ્યે થશે. મહત્વનું છે કે પેટાચૂંટણીમાં મતદારોનો નીરસ ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરી વિસ્તારમાં સૌથી મહત્વની બેઠક અમરાઇવાડીમાં અત્યાર સુધીનું સૌથી ઓછું થયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વસ્ત્રાલ વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી કરી, પતંગબાજોને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા કરી અપીલ

જેના કારણે આ બેઠક પર ભાજપને મુશ્કેલી સર્જાય એવી સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.  જો કે ભાજપ તમામ બેઠક પર જીત માટે આશ્વસ્ત છે. મતદાનના આંકડા પર નજર કરીએ તો ગુજરાતમાં સરેરાશ 53. 69 % મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન થરાદ બેઠક પર 68.95 % તો સૌથી ઓછું મતદાન અમરાઈવાડી બેઠક પર 34.75 % નોંધાયું છે. સમગ્ર ચૂંટણી દરમ્યાન રાધનપુર અને બાયડ બેઠક સતત ચર્ચામાં પણ રહી. કેમ કે બન્ને બેઠક પર ભાજપે કોંગ્રેસમાંથી આવેલા ‘આયાતી’ ઉમેદવારને પોતાનો ચહેરો બનાવ્યો હતો. કોંગ્રેસ એ દલબદલું નેતાનું સ્લોગન જોરશોરથી ચલાવ્યું હતું.

READ  બુરખા પર પ્રતિબંધ મુકનારી કેરળની સંસ્થાના અધ્યક્ષને જાનથી મારી નાખવાની મળી ધમકી

બીજી તરફ ભાજપના પાયાના કાર્યકર્તાઓ તથા નેતાઓ પણ આ બેઠક પર પ્રદેશ મોવડી મંડળના નિર્ણયના કારણે નારાજ હોઈ પ્રચારથી આડકતરી રીતે અળગા રહયા હતાં. આંતરિક ખેંચતાણ પણ આ બેઠક પર જોવા મળી હતી. જો કે બાયડ બેઠક પર જીત મેળવવા માટે ગૃહ પ્રધાન પ્રદીપ સિંહ જાડેજાએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું.  ભાજપ અનેક વિવાદો અને વિખવાદોની વચ્ચે જીત માટે આશ્વસ્ત છે. પરિણામો અંગે નિવેદન આપતા ડેપ્યુટી સી એમ નીતિન પટેલે એ જણાવ્યું હતું કે પેટાચૂંટણીમાં અમારી જીત નિશ્ચિત છે. ચૂંટણી જાહેર થઈ ત્યારે, ઉમેદવાર જાહેર થયા ત્યારે અને મતદાન થયુ પછી પણ અમારું એક જ નિવેદન છે કે જનમત અમારી સાથે રહેશે અને 6 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  જાણો કેમ લોકો કેન્દ્ર સરકારના વેરિફાઈડ ટિકટોક એકાઉન્ટથી નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે?

 

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ પણ જીતનો દાવો કરતા કહ્યું હતું કે કોંગ્રેસ પોતાનો જનાધાર ગુમાવી ચુકી છે. ના એની કોઈ દિશા છે ના નીતિ છે. ગુજરાતની પ્રજા હંમેશા ભાજપ સાથે હતી અને રહેશે.  એટલે જ 6 બેઠકો પર અમારો જ વિજય થશે અને કમલમ પર આવતી કાલે દિવાળી જેવો માહોલ હશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે અત્યાર સુધી ગુજરાતમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ તેમજ પેટા ચૂંટણીઓમાં ભાજપને ભવ્ય વિજય મળ્યો છે. હવે પેટા ચૂંટણી અને બે રાજ્યોની વિધાનસભામાં ભવ્ય જીત સાથે ભાજપ એ દિવાળી પહેલા દિવાળી ની ઉજવણી કરવા જઈ રહ્યું છે.  આ આત્મવિશ્વાસ કેટલો સાચો સાબિત થશે એ આવતીકાલના પરિણામો પરથી ખ્યાલ આવશે.

 

 

 

Oops, something went wrong.
FB Comments