ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ અરૂણ જેટલીને આ રીતે કર્યા યાદ

દેશના પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 67 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા અને દિલ્હીની એઈમ્સમાં દાખલ થયા હતા. 9 ઓગસ્ટના રોજ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જેથી તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. અરૂણ જેટલીના નિધન પર દેશ-દુનિયાના તમામ નેતાઓએ દુખ વ્યક્ત કર્યુ છે.

ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ પણ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી આપી. તેમને કહ્યું કે અરૂણ જેટલીના નિધનથી ભાજપને નહી પણ આખા રાષ્ટ્રને નુકસાન છે. તે સિવાય લાલ કૃષ્ણ અડવાણીએ જણાવ્યું કે જેટલી ખાવાના ખુબ શોખીન હતા અને મને સારી રેસ્ટોરન્ટ વિશે જણાવતા હતા. અડવાણીએ કહ્યું કે તે દરેક દિવાળી પર તેમના પરિવારની સાથે મારા ઘરે આવતા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરત: ટેક્સ પ્લાઝો હોટલના ભોજનમાંથી નીકળી જીવતી ઈયળ, VIDEO થયો વાયરલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ કહ્યું કે હું અરૂણ જેટલીના નિધનના સમાચાર સાંભળીને સ્તબ્ધ છું. અરૂણ જેટલી એક શાનદાર વકીલ હોવાની સાથે એક સારા સાંસદ અને એક મહાન સંચાલક પણ હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  દેશની એક જ હુંકાર, 'પુલવામાના જવાનોનું લોહી વ્યર્થ નહીં જાય, એક એક ટીપાનો જોરદાર બદલો લેવામાં આવશે'

 

[yop_poll id=”1″]

અડવાણીએ કહ્યું કે તે દાયકાઓથી પાર્ટીના સમર્પિત કાર્યકર્તા હતા, જ્યારે હું ભાજપ અધ્યક્ષ હતો તો તેમને પાર્ટીની કોર ટીમના સભ્ય બનાવવામાં આવ્યા હતા અને થોડા સમયમાં તે પાર્ટીના પ્રમુખ નેતા બની ગયા હતા. ભાજપમાં દરેક લોકો જટિલ મુદ્દાના સમાધાન શોધવા માટે તેમની પર નિર્ભર રહેતા હતા. તેમને રાજનીતિના ક્ષેત્રથી અલગ મિત્રોને પણ ખુબ મહત્વ આપ્યું.

READ  ભારતનો પાકિસ્તાન પર વધુ એક મોટો આર્થિક ATTACK, 3400 કરોડ રૂપિયાની પાકિસ્તાની આયાત પર 200% કસ્ટમ ડ્યૂટી લગાડાઈ

 

Top News Headlines From Ahmedabad : 25-02-2020 | Tv9GujaratiNews

FB Comments