ભાજપનાં પૂર્વ MLA જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેને ગોળી મારી હત્યા

ભુજના ભાજપના કદાવર નેતાની ચાલુ ટ્રેને સરેઆમ હત્યા થઈ ગઈ છે. ભાજપના પૂર્વના ઉપાધ્યક્ષ અને અબડાસાના ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની બે શખ્સોએ હત્યા કરી. મોરબી અને માળિયા મિયાણા વચ્ચે ગોળી મારીને બે શખ્સોએ હત્યા કરી ફરાર થઈ જતા હાહાકાર મચી ગયો છે. જયંતિ ભાનુશાળી સયાજીનગરી ટ્રેનમાં સવાર થઈને ભૂજથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે રાત્રે 1 વાગ્યા આસપાસ માળિયા પહોંચ્યા હતા તે સમયે એસી કોચમાં કેટલાક શખ્સોએ ઘુસીને તેમના પર અંધાધુધ  ફાયરિંગ કર્યું હતું જેમાં ભાનુશાળીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

માહિતી મુજબ  ભાનુશાળીને એક ગોળી છાતીમાં અને એક ગોળી આંખમાં વાગી હતી. આ અંગેની પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જયંતિ ભાનુશાળીની મૃતદેહને માળિયા ખાતે રાખવામાં આવ્યો છે.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Celebration begins as Surat's Raghav Somani stands 1st in Gujarat in JEE exam- Tv9

FB Comments

Hits: 1136

Comments are closed, but trackbacks and pingbacks are open.