“પંચરવાળાઓ જોડે દીકરીઓ કરી રહી છે લગ્ન, દેશના દરેક શહેરમાં બની જશે પાકિસ્તાન”, જાણીએ કયા મોટા નેતાએ કહી આટલી મોટી વાત? VIDEO

રાજસ્થાનના પૂર્વ ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયાએ લવ જેહાદ, પાકિસ્તાન તેમજ એક ચોક્કસ સમુદાય માટે વિવાદિત ટિપ્પણી કરી છે. આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે દેશમાં 50 વર્ષોમાં આવી જ ગતિ ચાલતી રહી તો પહેલા તો પાકિસ્તાન બન્યું પણ હવે ભારતના દરેક શહેરમાં પાકિસ્તાન બની જશે. આ વીડિયો કાર્યકર્તા સંમેલનનો છે.

જુઓ વીડિયો:

કટારિયાએ કહ્યું કે ક્યારેય મોકો મળે તો જૂના જયપુરના મહોલ્લાઓ જોઈ લેજો. ત્યાં તમારા ભગવાન રડી રહ્યા છે. મંદિરમાં પૂજા નથી થતી. તમારા ભગવાનની સેવા નથી નથી. કારણ કે એવી વસ્તીમાં છે, જે ક્યારેક હાડકા ફેંકે છે અને ક્યારેક માંસના ટુકડા. પોતાના પરિવાર અને બાળકોની સલામતીના કારણે લોકો તેમનો વિરોધ પણ નથી કરી શકતા.

ગુલાબચંદ કટારિયાએ પોતાના નિવેદનમાં નામ લીધા વિના કોંગ્રેસ તેમજ મુસ્લિમ સમુદાય પર નિશાનો સાધીને અને કહ્યું કે દેશમાં લવ જેહાદ વધી રહ્યું છે. શું છે આ લવ જેહાદ. આપણી બધી દીકરીઓ પંક્ચર બનાવતા લોકો સાથે જ કેમ ભાગી રહી છે. સમજી જાઓ. સમય જતો રહ્યો તો પસ્તાવાનો વારો આવશે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

ગુલાબચંદ કટારિયાએ ચેતવણી પણ આપી છે કે તમે લોકો ચેતી જાઓ નહીંતર ઉદયપુર પણ જયપુર બની જશે. દીકરીઓને લવ જેહાદમાંથી બચાવવાનો પ્રયત્ન કરો. અત્યારે ન સાચ્યું તો પછી માથે હાછ મૂકી જિંદગીભર રોવાનો વારો આવશે.

આ પણ વાંચો: IAS ઑફિસરની પત્નીને Facebook પર એક યુવાને એવું તો શું લખી દીધું કે પત્નીની સામે જ ઑફિસરે યુવાનની લાત-મુક્કાઓથી કરી ધોલાઈ, જુઓ VIDEO

તમને કહી દઈએ કે ગુલાબચંદ કટારિયા રાજસ્થાનના દિગ્ગજ ભાજપ નેતાઓમાંથી એક છે. હાલમાં જ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018માં ભાજપે સત્તા ગુમાવી છે.

દેશમાં લોકસભા 2019ની ચૂંટણી પર સામે છે તેવામાં ગુલાબચંદ કટારિયાનું આ નિવેદન 2019ની ચૂંટણી માટે ભાજપની વોટ બેંકની જમીન તૈયાર કરવાની રણનીતિ પણ હોય તેવું કહેવાઈ રહ્યું છે.

[yop_poll id=524]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

2 died, 3 injured as Car overturns near Movia of Gondal, Rajkot | Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk3

Read Previous

VIRAL કેટલું રિઅલ ? શું અભિનેતા નસીરુદ્દીન શાહને ભારતમાં ડર લાગે છે ?

Read Next

હાર્દિક પંડ્યા ક્રિકેટરથી બની ગયા ‘બટરિંગ’ ક્રિકેટર, લોકોએ ટ્વિટર પર જ ભણાવ્યો પાઠ VIDEO

WhatsApp પર સમાચાર