વરઘોડા કાઢવાના વિવાદને લઈ કોંગ્રેસ મેદાને, પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગી નેતાઓએ રાજ્યપાલને કરી રજૂઆત

અરવલ્લીના ખંભીસરમાં વરઘોડા કાઢવાના વિવાદને લઈને રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધીને રાજ્યપાલ ઓ.પી. કોહલીને આવેદનપત્ર આપ્યું. વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં ગાંધીનગરમાં રાજ્યપાલને આવેદન આપી આ મામલાની તટસ્થ તપાસ કરાવવા માગ કરી છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2019: પંજાબના મુખ્યમંત્રીને બાજુમાં બેસાડીને રાહુલ ગાંધી ટ્રેક્ટર પર નીકળી પડ્યા

તો ભાજપના પ્રતિનિધિઓને બોલાવી તેમની ઝાટકણી કાઢવા પણ અનુરોધ કર્યો છે. આ મોકા પર પરેશ ધાનાણી રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા. અને કહ્યું કે, ભાજપ આવા તત્વોને પ્રોત્સાહિત કરી રહી છે. પરંતુ જો ફરી આવી ઘટનાઓ બનશે તો કોંગ્રેસ જ હાજર રહીને સમાજને સુરક્ષા પુરી પાડશે.

 

FB Comments
READ  ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ નીતિન પટેલ સાથે દોઢ કલાક સુધી મુલાકાત કરી, ભાજપમાં જોડાઈ શકે છે