મહારાષ્ટ્ર વિધાનસભા ચૂ્ંટણીને લઈને ભાજપ તેના ઉમેદવારોની પહેલી યાદી આજે કરી શકે છે જાહેર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂ્ંટણીને લઈને ભાજપ તેના ઉમેદવારોની પહેલી યાદી આજે જાહેર કરી શકે છે. ભાજપના એક સૂત્ર તરફથી આ જાણકારી મળી છે કે રાજ્યના અગ્રણી નેતાઓ ભાજપના કેટલાક નેતાઓ આ અંગે વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરશે અને ત્યાર બાદ આ યાદી જાહેર કરશે. આ માટે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલ દિલ્હી જવા રવાના થયા છે.

READ  વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર નોંધાવતી વખતે આ દિગ્ગજ નેતાઓ રહેશે હાજર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ પહેલા કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી હવે POKનો વારો છે: CM વિજય રૂપાણી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ તરફ ટિકિટ વાંચ્છૂક કેટલાક નેતાઓએ પહેલાથી જ સરકારી કાર્યાલયમાંથી ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ભાજપ મહારાષ્ટ્રમાં તેમની મુખ્ય સહયોગી પાર્ટી શિવસેનાને સાથે રાખીને વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે. આ માટે ટૂંક જ સમયેમાં બેઠકોની વહેંચણીની જાહેરાત કરવામાં આવશે. આ તરફ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પહેલાથી જ એ વાતની સ્પષ્ટતા કરી દીધી છે કે બેઠકોની વહેંચણીને લઈને તેમની વાત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે થઈ ચૂકી છે.

READ  VIDEO: મહારાષ્ટ્ર માટે આજનો દિવસ સૌથી મહત્વનો, સત્તા માટે આવશે 'સુપ્રીમ' ફેંસલો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments