લોકસભાની ચૂંટણી પહેલા ટ્વિટર વૉર, ભાજપના ‘ચોકીદાર’ની સામે હાર્દિક પટેલનું ‘બેરોજગાર’ કેમ્પેઇન

હાર્દીકે પોતાના ટ્વીટર નામ સામે લગાવ્યા બેરોજગાર

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દીક પટેલે હવે સીધા ભાજપના ‘મૈં ભી ચોકીદાર’ કેમ્પેઇન સામે બેરોજગાર યુવાનોને કનેક્ટ કરતો કેમ્પેઇનની શરુઆત કરી છે. કોગ્રેસ સાથે જોડાયા બાદ હાર્દીકે યુથ કોંગ્રેસના એક કાર્યક્રમ થકી પોતાના ટ્વિટરના નામ સાથે  ‘બેરોજગાર’ લખીને બીજેપી સરકારને ઘેરવાની શરુઆત કરી છે. 

મૈભી ચૌકીદાર કેમ્પઇનની શરુઆત

રાહુલ ગાંધીએ જ્યારે રફાલને લઇને ‘ચોકીદાર ચોર હૈ’ નું કેમ્પેઇનિગ શરુ કર્યો તો તેની વિપરિત અસર એવી પડી કે બીજેપીના હાથમાંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યો જતા રહ્યા તેમ બીજેપીના નેતાઓ માને છે. ત્યારે રાહુલગાંધીએ વડા પ્રધાનના ગઢમાં આવીને ચોકીદાર ચોર હૈ કહીને સભા પણ ગજવી તો  ઇલેક્શન પહેલા બીજેપીને અહેસાસ થઇ ગયો છે કે જો આ સ્લોગનનો તોડ નહી લાવવામા આવે તો લોકસભા ઇલેક્શનમા પણ નુકશાન થઇ શકે છે. પરિણામે પીએમથી લઇને બીજેપીના કાર્યકર્તાઓ સુધીએ ‘મૈં ભી ચોકીદાર’ કેમ્પેઇન લોન્ચ કરીને નાના લોકોને પોતાની સાથે જોડવાનો પ્રયત્ન કર્યો તો બીજેપી કાર્યકર્તાઓએ આ કેમ્પેઇનને હાથો હાથ વધાવી લીધું અને સોશિયલ મિડીયામાં આ ટ્રેન્ડ જોરદાર શરુ થઈ ગયો.

READ  આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને નવા કાર્યોની શરૂઆત કરવા માટે શુભ દિવસ

હાર્દિકના યુવાનો આકર્ષવા ‘બેરોજગાર’ કેમ્પેઇનમાં કેટલો દમ ?

હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મૈં ભી ચોકીદાર’ કેમ્પેઇન લોન્ચ કર્યુ અને ટ્વિટરમા પોતાની નામની આગળ ચોકીદાર શબ્દ લગાવી દીધો.  ત્યારથી આ ટ્રેન્ડ શરુ થઇ ગયો, ત્યારે થોડા સમય પહેલા જ કોંગ્રેસના હાથને ગુજરાતમાં સાથ આપનાર હાર્દીક પટેલે હવે મેં ભી ચોકીદાર કેમ્પેઇનની સામે બેરોજગાર કેમ્પેઇનિંગની શરુઆત કરી છે. હાર્દિક પટેલે કોંગ્રેસના વિદ્યાર્થી પાંખના કાર્યક્રમમાં બેરોજગારીના મુદ્દાને આગળ ધરીને પોતાના ઓફિસિયલ ટ્વિટર ઉપરના નામની આગળ બેરોજગાર લગાવી દીધું તો તેના સાથીઓએ આ ટ્રેન્ડ્ર આગળ વધાર્યો છે.

 

READ  Vadodara: Principal slapped student, arrested - Tv9 Gujarati

કોગ્રેસ ભાજપ સામ-સામે 

કોગ્રેસના પ્રવક્તા જયરાજ સિહ માને છે કે જે રીતે નોટબંધી થઇ ત્યાર પછી ખોટીરીતે જીએસટી લાગુ કરાઇ તેના કારણે લાખો લોકોની નોકરી જતી રહી. મોદી સરકારે જાહેરાત કરી હતી કે વર્ષે 2 કરોડ નોકરી આપવામાં આવશે તે વાયદા ભુલાઇ ગયા છે. યુવાનો હવે આવી રીતે સવાલ પુછી રહ્યા છે, હાર્દિક યુવાનોની લાગણીને લોકો સુધી પહોચાડી રહ્યો છે તેમાં ખોટુ કંઇ નથી, માત્ર આ તો ભાજપને વાયદા યાદ કરાવી રહ્યા છે.  ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાનું માનીએ તો હાર્દિક પટેલ પહેલાથી જ કોંગ્રેસનો હાથો રહ્યો છે તેમના માટે જ કામ કરતા રહ્યા છે.  હવે તે ખુલીને કોંગ્રેસની સાથે આવી ગયા છે ત્યારે પહેલા તેની પાસે કામ ન હતો પણ હવે તો કોંગ્રેસે હાર્દિકને નોકરી આપી દીધી છે.

READ  India shows its air prowess at 'Iron Fist 2016' In Pokhran, Rajasthan - Tv9 Gujarati

 

નિષ્ણાંતો માને છે કે નોકરીઓ ગઇ છે

આ મુદ્દે તો રાજકીય નિષ્ણાંત પ્રશાંત ગઢવીની માનીએ તો 2018માં દેશની બેરોજગારીની ટકાવારી 6.1 ટકા પહોચી ગઇ હતી. 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી 2018મા હતી અને નોટબંધી બાદ સૌથી વધુ લોકો બેરોજગાર થયા હતા તે વાત એક હકીકત છે.  ત્યારે કોંગ્રેસ હાર્દિકના માધ્યમથી આ મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કરી રહી છે.  હવે રાષ્ટ્રવાદ અને દેશભક્તિ સામે આ મુદ્દો ત્યારે જ મજબુતાઇ પકડશે જ્યારે કોંગ્રેસ આને સોશિયલ મિડીયા અને યુવાનો વચ્ચે પ્રોપર ઉઠાવી શકશે. જો આમ નહીં થાય તો આ પણ એક માત્ર કિમિયો જ બનીને રહી જશે.

Oops, something went wrong.
FB Comments