મમતા બેનર્જીએ PM મોદી સાથે મુલાકાતનો સમય માગ્યો તો ઉડવા લાગી આવી વાતો

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી વડાપ્રધાન મોદીની સાથે મુલાકાત કરવા માગે છે. આ માટે તેઓએ પીએમ મોદી પાસે સમચ પણ માગ્યો છે. આ મીટિંગની લઈને ભારે ચર્ચાઓ થઈ રહી છે. ભાજપે મમતા બેનર્જીની મુલાકાતને રાજનીતિક ગણાવી છે તો ટીએમસીના નેતાઓ આ એક સામાન્ય મુલાકાત ગણાવી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  PM Modi replying to debate on motion of thanks to President’s address in Rajya Sabha - Tv9

આ પણ વાંચો :   6 કરોડ PF ખાતાધારકો માટે આવ્યા સારા સમાચાર, શ્રમ મંત્રાલયની નવી જાહેરાત

ભાજપે આ મીટિંગને લઈને ભારે મજાક ઉડાવ્યો છે અને ભાજપના રાષ્ટ્રીય સચિવ રાહુલ સિન્હાએ કહ્યું કે બધા જાણે છે કે મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાનની સામે કેવા પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમને સંઘીય ઢાંચા પ્રત્યે કોઈ જ સમ્માન નથી. હવે તે દિલ્હી શા માટે જઈ રહ્યાં છે તે એક ખુલ્લું રહસ્ય છે. બેનર્જી પોતાને અને પાર્ટીના નેતાઓને સીબીઆઈના સિકંજામાં બચાવવા માટે દિલ્હી જઈ રહ્યાં છે. બંગાળમાં સીબીઆઈ કરોડોના ચીટફંડ ફ્રોડને લઈને તપાસ કરી રહી છે.

READ  પશ્ચિમ બંગાળમાં અમિત શાહના રોડ-શૉ દરમિયાન હોબાળો, વાહનો પર ફેંકાયા ડંડાઓ, પોલીસનો લાઠીચાર્જ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભાજપની આ વાત પર તૃણમુલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રતિક્રિયા આપતા કહ્યું કે એક રાજ્યની મુખ્યમંત્રીને વડાપ્રધાનની સાથે મળવાનો અધિકાર છે. આ પ્રસ્તાવિત મીટિંગ રાજ્યના વિકાસને લઈને થવાની છે. આમ બંને પક્ષો તરફ ભારે ચર્ચાઓ આ મુલાકાત પહેલાં જ ચાલી રહી છે.

READ  સાડી, લગ્નની કંકોત્રી પછી હવે પ્રિ-વેડિંગ ફોટોશૂટમાં પણ છવાયા 'મોદી'

 

 

Latest News Happenings From Gujarat : 20-02-2020 | Tv9GujaratiNews

FB Comments