‘મહાત્મા’ ગાંધીનો સ્વતંત્રતા સંઘર્ષ ‘ડ્રામા’ હતો: ભાજપ સાંસદ અનંત કુમાર હેગડે

bjp mp anant kumar hegde said mahatma gandhi freedom struggle was a drama mahatma gandhi no swatantrata sangarsh drama hato: BJP MP anant kumar hegde

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કર્ણાટકના ભાજપ સાંસદ અનંત કુમાર હેગડે એક વખત ફરીથી વિવાદોમાં છે. આ વખતે હેગડેએ રાષ્ટ્રપિતા ‘મહાત્મા’ ગાંધી પર નિશાન સાધ્યું છે અને તેમના નેતૃત્વમાં થયેલા આઝાદીના આંદોલનને ‘ડ્રામા’ ગણાવ્યું છે. ભાજપ નેતાએ કહ્યું કે ખબર નહીં કેમ આ પ્રકારના લોકોને ભારતમાં ‘મહાત્મા’ કહેવામાં આવે છે.

 

READ  મહારાષ્ટ્રમાં મહાખેલ: વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિતશાહે દેવેન્દ્ર ફડણવીસને ફરી વખત મુખ્યપ્રધાન બનવા પર આપી શુભેચ્છાઓ

શનિવારે બેંગ્લોરમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતાં સાંસદ હેગડેએ કહ્યું કે સમગ્ર સ્વતંત્રતા સંઘર્ષને અંગ્રેજોની સહમતિ અને મદદથી અંઝામ આપવામાં આવ્યો. હેગડેએ કહ્યું કે આ કથિત નેતાઓમાં કોઈ નેતાને પોલીસે એક વખત પણ માર માર્યો નથી. તેમનો સ્વતંત્રતા સંઘર્ષ એક મોટો ‘ડ્રામા’ હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO:એક જ દિવસમાં સમગ્ર વિશ્વમાંથી 99,400 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસનો આંકડો 46 લાખ 24 હજારને પાર

હેગડેએ વધુમાં કહ્યું કે સ્વતંત્રતા સંઘર્ષને આ નેતાઓએ બ્રિટિશ લોકોની સહમતિથી રંગમંચ પર ઉતાર્યો હતો. આ વાસ્તવિક સંઘર્ષ નહતો. આ મિલિભગતથી થયેલો સ્વતંત્રતા સંઘર્ષ હતો. ભાજપ નેતાએ મહાત્મા ગાંધીની ભૂખ હડતાળ અને સત્યાગ્રહને એક ‘ડ્રામા’ ગણાવ્યો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  નીતિન પટેલના નિવેદનથી જાણો કેમ જાગ્યો વિવાદઃ એક તરફ બધા અને એક તરફ હું એકલો

 

 

તેમને કહ્યું કોંગ્રેસનું સમર્થન કરનારા લોકો સતત કહેતા રહે છે કે ભૂખ હડતાળ અને સત્યાગ્રહના કારણથી ભારતને આઝાદી મળી. આ સત્ય નથી. અંગ્રેજો સત્યાગ્રહના કારણે ભારતમાંથી નથી ગયા. અંગ્રેજોએ નિરાશામાં આવીને આપણને આઝાદી આપી, જ્યારે હું ઈતિહાસ વાંચું છું, ત્યારે મારૂ લોહી ઉકળી ઉઠે છે. આ પ્રકારે લોકો આપણા દેશમાં ‘મહાત્મા’ બની ગયા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments