ઉ.પ્રદેશના સાંસદ સાવિત્રી બાઈ ફુલેએ રાજીનામું આપી ભાજપને જ ચોંકાવી દીધા, લગાવ્યો ગંભીર આરોપ

2019માં યોજનાર લોકસભાનૂ ચૂંટણી પહેલાં ભાજપને દેશના રાજકારણમાં સૌથી મહત્વના ગણતાં રાજ્ય ઉ.પ્રદેશમાં મોટો આંચકો લાગ્યો છે. ઉ.પ્રદેશના બહરાઈચથી ભાજપ સાંસદ સાવિત્રી બાઈ ફુલેએ ગુરુવારે પાર્ટીના પ્રાથમિક સભ્યેપદેથી રાજીનામું આપ્યું. તેઓએ ભાજપ પર સમાજને વહેંચવાનો આરોપ લગાવતાં રાજીનામાનું એલાન કર્યું.

શું લગાવ્યો આરોપ ? 

સાવિત્રી ફુલેએ આરોપ લગાવ્યો કે પાર્ટીમાં તેમનું સાંભળવામાં નથી આવતું. તેમજ દલિત હોવાના કારણે તેમને અવગણના થતી રહે છે. ભાજપના સાંસદ અને દલિત નેતાએ કહ્યું કે અનામત ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બંધારણને ખતમ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. રાજીનામાથી સાથોસાથ તેમણે 23 ડિસેમ્બરે લખનઉના રમાબાઈ મેદાનમાં મહારેલીનું એલાન પણ કરી દીધું.

આ સાથે જ બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથી પર તેમણે કહ્યું કે, બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલા બંધારણતી રક્ષા માટે લખનઉની રેલીમાં મોટો ખુલાસો કરશે. બંધારણ અને આરક્ષણના આંદોલનને હવે તેઓ આગળ વધારશે. તેઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ સાંસદ પદેથી રાજીનામું નહીં આપે.

આ પણ વાંચોLRD પેપર લીક કૌભાંડમાં ગુનેગારોને સજા મળે તે જ ‘ન્યાય યાત્રા’નો મુખ્ય હેતુ : અલ્પેશ ઠાકોર

અત્રે નોંધનીય છે કે, છેલ્લા થોડાંક મહિનાઓમાં સાવિત્રી બાઈ ફુલે સતત પાર્ટી અને પોતાની સરકાર પર હુમલાઓ કરી રહ્યા હતા. તેઓએ અનામત અને SC/ST સંશોધનને લઈને પણ મોર્ચો ખોલ્યો હતો. થોડાં દિવસો પહેલા હનુમાનને દલિત કહેવાના નિવેદન ઉપર પણ તેમણે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત સરકાર પર જોરદાર હુમલો કર્યો હતો. તેઓએ કહ્યું કે દલિતોને મંદિર નહીં બંધારણ જોઈએ.

[yop_poll id=”141″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

A'bad: Case of selling of cannabis and liquor at Ramdevnagar; HM assures actions against responsible

FB Comments

TV9 Web Desk6

Read Previous

LRD પેપર લીક કૌભાંડમાં ગુનેગારોને સજા મળે તે જ ‘ન્યાય યાત્રા’નો મુખ્ય હેતુ : અલ્પેશ ઠાકોર

Read Next

ઈન્સ્ટાગ્રામ પર કોઈને ફૉલો નથી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, છતાં પણ છે વિશ્વના સૌથી પોપ્યુલર નેતા!

WhatsApp chat