ભાજપના નવા અધ્યક્ષની જાહેરાત 20 જાન્યુઆરીએ થઈ શકે, જાણો કોના નામની થઈ રહી છે ચર્ચા

bjp national president election process jp nadda 20 january name announcement BJP na nava president ni jaherat 20 january e thai shake jano kona name ni thai rahi che charcha

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાનું પાર્ટી અધ્યક્ષ બનવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. તેમના નામની જાહેરાત 20 જાન્યુઆરીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધા મોહન સિંહ કરી શકે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે 19 જાન્યુઆરીએ નામાંકન કરવામાં આવશે. હાલમાં પણ નવા અધ્યક્ષ માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે.

बीजेपी के कार्यकारी अध्यक्ष जेपी नड्डा (फाइल फोटो)

 

પાર્ટીના બંધારણ મુજબ 50 ટકાથી વધારે રાજ્યોમાં ચૂંટણી થઈ ગયા પછી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી હોય છે. તમામ રાજ્યોમાં સંગઠનની ચૂંટણી ચાલી રહી છે અને 18 જાન્યુઆરી સુધી 80 ટકા સુધીના રાજ્યોમાં સંગઠનની ચૂંટણી પુરી થઈ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાહુલ ગાંધીની લોકપ્રિયતા પર કોંગ્રેસના નેતાએ જ ઉઠાવ્યો સવાલ, પ્રિયંકા વાડ્રાને લઈને આપ્યું મહત્વનું નિવદેન

ભાજપના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધામોહન સિંહ આગામી 2થી 3 દિવસમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની તારીખની જાહેરાત કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે હાલના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા જ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નામાંકન કરશે. 20 જાન્યુઆરીએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે.પી.નડ્ડાના નામની જાહેરાત થઈ શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગાંધીનગરમાં આવતીકાલે મુખ્યપ્રધાનની હાજરીમાં કમલમ્ ખાતે CAA અને NRC મુદ્દે અગત્યની બેઠક

 

 

ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો કાર્યકાલ છેલ્લા જાન્યુઆરી મહિનામાં સમાપ્ત થઈ ગયો હતો. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમિત શાહને પદ પર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. ચૂંટણી પછી અમિત શાહ ગૃહપ્રધાન બન્યા અને મોદી મંત્રીમંડળમાં જોડાયા પછી જે.પી.નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગુજરાત સરકારે વિધાનસભામાં 84 કરોડ રૂપિયાના નકલી બિલ પાસ કર્યા હોવાનું સ્વીકાર્યુ

 

Oops, something went wrong.
FB Comments