BJPના નેતાની દાદાગીરી, ‘અખિલેશ ઝિંદાબાદ’ બોલતા દિવ્યાંગના મોઢામાં દંડો નાખી દીધો

ભાજપ નેતાએ દિવ્યાંગના મોઢામાં દંડો ઠસાવ્યો
ભાજપ નેતાએ દિવ્યાંગના મોઢામાં દંડો ઠસાવ્યો

ઉત્તર પ્રદેશના સંભલમાં એક દિવ્યાંગના મોઢામાં દંડો ઠસાવી દેવાનો વીડિયો વાયરલ થયો છે. દંડો ઠસાવનાર મોહમ્મદ મિયા ભાજપનો સ્થાનિક નેતા છે. દિવ્યાંગનો વાંક એટલો જ હતો કે તે ‘અખિલેશ ઝિંદાબાદ’ બોલી રહ્યો હતો.

ભાજપ નેતાએ દિવ્યાંગના મોઢામાં દંડો ઠસાવ્યો
ભાજપ નેતાએ દિવ્યાંગના મોઢામાં દંડો ઠસાવ્યો

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ભાજપનો નેતા મોહમ્મદ મિયા એક દિવ્યાંગના મોઢામાં દંડો ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે, કારણ કે આ દિવ્યાંગ વારંવાર ‘અખિલેશ ઝિંદાબાદ’નો નારો લગાવી રહ્યો હતો. જ્યારે આ ઘટના ઘટી રહી હતી, ત્યારે લોકો તમાશો જોઈ રહ્યા હતાં. બીજી બાજુ મોઢામાં દંડો ઘુસાડવાના આરોપી ભાજપ નેતા મોહમ્મદ મિયાનું કહેવું છે કે દિવ્યાંગ મોદી અને યોગીને ગાળો આપી રહ્યો હતો. દિવ્યાંગને પોલીસ સ્ટેશને પણ લઈ જવાયો.

READ  વીર સાવરકર કેટલા 'વીર' પુસ્તક પર રાજકારણ ગરમાયું, વિજય રૂપાણીએ રાહુલ ગાંધી પર કરી ટિપ્પણી

આ ઘટનાની સમાજવાદી પક્ષ (એસપી)એ ટીકા કરી છે. એસપીએ કહ્યું કે જો વહેલામાં વહેલી તકે આરોપી ભાજપ નેતા મોહમ્મદ મિયાની ધરપકડ કરવામાં નહીં આવે, તો આંદોલન કરવામાં આવશે.

[yop_poll id=342]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments