‘નમો ટીવી’ની માલિકી કોની તે સવાલ પરથી પડદો હટી ગયો, જાણો ‘નમો ટીવી’ પાછળની હકીકત!

ચૂંટણીને લઈને નમો ટીવી ઓન એર થઈ જવાથી વિપક્ષે ચૂંટણી પંચને ફરીયાદ કરી હતી. ફિલ્મ પીએમ મોદી બાયોપીકને લઈને ચૂંટણી પંચે રિલીઝ અટકાવી દીધી તો સાથે નમો ટીવીના પ્રસારણ પર પણ રોક લગાવી દેવાઈ છે.

 

હવે આ ટીવીના પ્રસારણને બંધ થયા બાદ એક અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસે ભાજપના આઈટી સેલ ચીફ અમિત માલવીય સાથે વાત કરી હતી. આ વાતમાં તેમણે કહ્યું કે નમો ટીવી એક ફિચર ટીવી એપ છે જેને ભાજપ આઈટી સેલ ચલાવી રહ્યું છે. પાર્ટીએ ડીટીએચ સ્લોટ પર પણ લઈને રાખ્યા છે.

READ  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવશે...આગમન પહેલાં ભવ્ય તૈયારીઓ યથાવત્

વડાપ્રધાન મોદીએ ખાનગી ચેનલને આપેલાં ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમને નમો ટીવી વિશે કશું ખબર જ નથી

વડાપ્રધાન મોદીએ એક ખાનગી ચેનલને ઈન્ટરવ્યુ આપતી વખતે કહ્યું કે તેમણે આ ચેનલ વિશે કોઈ જાણકારી હોવાનો જ ઈનકાર કરી દીધો હતો. હવે ભાજપના આઈટી સેલના હેડ હા પાડી રહ્યાં છે જ્યારે વડાપ્રધાન પોતે આ બાબતે કોઈ જ માહિતી કે જાણકારી ન હોવાનું કહીને ના પાડી રહ્યાં છે.

READ  અંડરવર્લ્ડ ડોન દાઉદના સાગરિતને ગુજરાત ATSએ અડાલજ પાસેથી ઝડપ્યો

 

 

ભાજપ આઈટી સેલના હેડ વિજય માલવીયે આ નિવેદન નમો ટીવી બેન થયા બાદ આપ્યું છે. નમો ટીવી પર 24 કલાક પ્રધાનમંત્રીનું ભાષણ અને તેમની રેલીઓ અને યોજનાનું પ્રસારણ થાય તેવી રીતે ચેનલને ચલાવવામાં આવતી હતી.

Oops, something went wrong.
FB Comments