ઓડિશામાં અમિત શાહનો મોટો હુમલો, કહ્યું કે અંગ્રેજી બોલતા મુખ્યમંત્રીને ચૂંટીને ફરીથી ભૂલ ના કરો

ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઓડિશાના ઉમરકોટમાં એક સભાને સંબોધન કરતા કહ્યું કે ઓડિશાના લોકો અંગ્રેજી બોલવવાળા મુખ્યમંત્રીને ચૂંટીને ફરીથી ભૂલ ના કરે.

અમિત શાહે કહ્યું કે બીજીવાર અંગ્રેજી બોલતા મુખ્યમંત્રીને ચૂંટીને ભૂલ ના કરો જે મતદારોની ભાવનાઓને ના સમજી શકતા હોય. અમિત શાહનો ઈશારો વર્તમાન મુખ્યમંત્રી નવિન પટનાયક તરફ હતો. જે છેલ્લા 19 વર્ષથી સત્તામાં છે પણ અત્યારે સુધી ઉડીયા ભાષામાં વાત નથી કરી શકતા.

 

READ  BIG Breaking: અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, પાકિસ્તાનના પીએમનો ફોટો લગાવ્યો

તેમને આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ 5.5 લાખ કરોડ રૂપિયા ઓડિશાના વિકાસ માટે મોકલ્યા છે પણ આ પૈસા ઓડિશાના ગામડા સુધી પહોંચ્યા નથી. સાથે જ કહ્યું કે આંતકવાદીઓ વિરૂધ્ધ કાર્યવાહી કર્યા પછી આજે મોદી સરકાર પર વિપક્ષ પ્રશ્ન કરી રહી છે. આજે બધા માને છે કે આતંકવાદને મુંહતોડ જવાબ આપવો જોઈએ પણ રાહુલ ગાંધીના ગુરૂ સામ પિત્રોડા કહી રહ્યા છે કે આતંકવાદીઓ સાથે વાતચીત કરો.

READ  રાજ્યસભાની ચૂંટણી પહેલા પ્રદિપસિંહ જાડેજાનું મોટું નિવેદન! કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં જોડાવાની કરી ઓફર

 

Oops, something went wrong.
FB Comments