ભાજપની પ્રથમ યાદીમાં કેમ 14 મુરતિયા થયા રિપીટ ?, કેમ હજી બાકી રહી ગયા દસ ઉમેદવારોના નામ, શું પીએમ મોદી બન્યા ‘બનારસી બાબુ’ ?

બીજેપીએ ગુજરાત માટે વધારાના 15 નામો જાહેર કર્યા જેમાં માત્ર સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાની ટીકીટ કપાઇ બાકી તમામ રિપીટ કરાયા. પણ એક વાત સાબિત થઇ કે હવે વડાપ્રધાન ન હવે ગુજરાતની કોઇ સીટ ઉપર ઇલેક્શન નહીં લડે. જાહેર કરાયેલા તમામને રિપીટ કરીને સીધો સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો કે જે કામ કરશે તેમને પાર્ટી ટીકીટ આપશે.

ત્યારે બાકીના દસ સીટો ઉપર ભાજપા હવે રાહ જોવાના મુડમાં દેખાઇ રહી છે. સૂત્રો કહી રહ્યા છે કે કોંગ્રેસ હવે કયા જાતિગત સમીકરણોથી પોતાના ઉમેદવારો ઉભા રાખશે તેને ધ્યાનમાં રાખીને પાર્ટી હવે પોતાના ઉમેદવારો ઉભા રાખશે પણ સત્ય હકીકત એ છે કે કેટલીક સીટો ઉપર બીજેપી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરાવવાના મુડમા છે તો કેટલીક જગ્યાએ વિવાદ થવાની સંભાવના છે.

રાજકારણમાં ઇનામ હોય ટિકિટ બાગીઓ કરતાં દરબારીઓને વધુ મળે છે તે વાત ફરી એક વાર બીજેપીએ ગુજરાતના 15 પૈકી 14 સીટીંગ સાસંદોને આપીને સાબિત કરી દીધા. જે લોકોને ટિકિટ આપી છે તેમની જાતિગત સમીકરણો પ્રમાણે જ ટિકિટ આપી છે. પણ સાથે તેમની કામગીરી આધારે પણ પાર્ટીએ તેમને ટિકિટ આપી છે.

દરબારીઓને ઇનામ- કામ કરો ઇનામ મેળવવોની નીતિ

કચ્છની વાત કરીએ તો વિનોદ ચાવડા યુવા ચહેરા તરીકે તેમની પંસદગી કરાઇ ત્યારે બીજી વખત જે રીતે જંયતિ ભાનુશાળીની હત્યા બાદ બીજેપી માટે રાજનીતિક વાતાવરણ ડહોળાયુ ત્યાં પાર્ટી કોઇ અન્ય ઉપર વિશ્વાસ કરી શકે તેમન હતી જેથી તેમને બીજી વખત પસંદ કરાયા.

READ  આસામના ગુવાહાટીમાં ખેલો ઈન્ડીયા યૂથ ગેમ્સ 2020: મેડલ ટેલીમાં 28 મેડલ સાથે ગુજરાતનો 4 ક્રમ

સાબરકાઠામાં દીપસિહ રાઠોડને પસંદગીનો કારણે તેમના પરફોરમન્સ કરતા તેમના નિર્વિવાદ પણુ વધારે છે. કારણ કે છેલ્લી ઘડીએ શંકર સિહ વાધેલાના પુત્ર મહેન્દ્ર વાધેલાને લાવવાની વાત ચાલી પણ પાર્ટીએ પોતાના વફાદારને ટિકિટઆપી છે.

અમદાવાદ પશ્ચિમમાં કિરીટ સોલંકી બે વખત શ્રેષ્ઠ સાસંદ તરીકે પસંદ કરાયા. પીએમ તેમની કામગીરીના સ્વયં બે વખત વખાણ કરી ચુક્યા હતા અને તેઓએ પોતાને અંતિમ વખત ટિકિટ આપવાની વાત પીએમ સુધી પહોંચાડી હતી. જે માની લેવામાં આવી હતી.

રાજકોટમાં મોહન કુંડારીયાની સ્થિતિ પણ દરબારી જેવી જ હતી એટલે કે લેઉઆ પાટીદારોની સ્થિતિને મજબુત રાખવા માટે તે જરુરી હતા.

જામગનરમાં પાર્ટીએ જામનગર ગ્રામ્યના પેટા ઇલેક્શનમાં રાધવજી પટેલને ટિકિટ આપી તો લોકસભા માટે પુનમ બેન માડમને આપી આહીર અને પાટીદારોનુ ગણિત સાચવી લીધા છે.

અમરેલીમાં નારાણ કાછડીયાએ જે રીતે વિધાનસભામાં નિષ્ફળ રહ્યા હતા તેને લઇને તેમનો વિરોધ શરુ થયો હતો. પણ છેલ્લી ઘડીએ સ્થાનિક રાજકારણમાં વિવાદો છોડીને સ્થાનિક આગેવાનો એક થઇ ગયા હતાં અને જેનો ફાયદો તેમને મળ્યો છે.

ખેડામાં દેવુ સિહ ચૌહાણ એક કહ્યાગરા સૈનિકની જેમ ખેડામાં કામ કરતા રહ્યા પરિણામે તેમને કામનો ઇનામ મલ્યો છે.

દાહોદમાં જશવંત સિહ ભાભોર આદિવાસીઓમા એક નામ હોવાથી તેમને રિપીટ કરાયા છે.

વડોદરામાં રંજન બેન ભટ્ટે અને ભાવનગરમાં ભારતીબેન શિયાળને જાતિગત આધારે તો ટીકીટ અપાઇ પણ નિર્વિવાદીત સાસંદ હોવાનો પણ લાભ અપાયો.

ભરુચમાં મનસુખ વાસાવાની જગ્યાએ છોટુ વસાવાને ટક્કર આપનારો કોઇ ન હોવાથી તેમની ટીકીટ પાકી થઇ

READ  Jamnagar: Closed company campus becomes a heaven for peacocks

બારડોલીમાં પ્રભુભાઇ વાસાવાને પણ આદીવાસી બેલ્ટનો લાભ મળ્યો.

જો સીઆર પાટીલને પણ ટીકીટ મળવાનો કારણ છે તેઓ પીએમના ગુડ બુકમાં છે,

કઈ બેઠક ઉપર પાર્ટીને મુશ્કેલી છે ? 

જુનાગઢમાં પાર્ટીએ હાલ રાજેશ ચુડાસ્માને રીપીટ કરવાનો મન તો બનાવ્યા છે,પણ જો કોગ્રેસ અહી કોઇ કદ્દાવર નેતા ઉતારે તો તેમની સ્થિતિ બદલાઇ શકે છે.

પાટણમાં લીલાધર વાધેલાના અનુગામી તરીકે તેમના જ વેવાઇ એવા પ્રધાન દિલીપ ઠાકોરની પંસદગી થવાની વાત છે પણ કોગ્રેસ અહી અલ્પેશને ઉતારે તો સ્થિતિ બદલાઇ શકે છે

બનાસકાંઠામા પણ આવી જસ્થિતિ છે કારણ અહીથી પરબત પટેલનુ નામ છે,પણ જો કોગ્રેસ કોઇ ચૌધરીને ઉતારે અથવા પરથી ભડોળે ઉતારે તો સ્થિતિ મુશ્કેલી થઇશકે છે.

પોરબંદરમાં પણ પાર્ટી હાલ વિઠ્ઠલ રાદડીયાના પરિવારમાઁથી ઉતારે કે જશુમતિ બેન કોરાટને તેપણ કોગ્રેસના ઉમેદવાર ઉપર નક્કી કરશે

આણંદમાં જે રીતે કોગ્રેસના ભરત સોલંકી સામે દીપકપટેલ જીતે તેવી સંભાવના ઓછીદેખાઇ રહીછે ત્યારે બીજેપી અહીથી અમુલના ચેરમેન રામસિહ પરમારને ઉતારી શકે છે છતા હાલ રાહ જોવાઇ રહી છે

અમદાવાદ પૂર્વમાં પણ જો કોગ્રેસ પાટીદાર ઉતારશે તો જ બીજેપી પાટીદાર ઉતારશે નહીં તો બ્રાહ્મણ ઉમેદવાર પાર્ટી પાસે તૈયાર છે

પંચમહાલમાં પાર્ટી પ્રભાત સિહ ચૌહાણ ટીકીટ આપવાના મુડમાં નથી,,પણ જે રીતે પ્રભાત સિહે નારાજગી વ્યક્ત કરી છે તેને પાર્ટી ગંભીરતાથી લઇ રહી છે

છોટા ઉદેપુર અને સુરત પાર્ટી એવું જાણે છે કે જો કોંગ્રેસ જાતિગત સમીકરણોને સેટ કરશે તો બીજેપી છેલ્લી ઘડીએ ઉમેદવારો બદલીને કોંગ્રેસને મ્હાત આપી શકે છે

READ  When PM Narendra Modi helped 12-year-old boy suffering from rare brain disorder - Tv9

મહેસાણાં પણ પાર્ટીએ પેનલ બનાવ્યા છે પણ અહીં પણ પાટીદાર આદોલનના એપી સેન્ટર માટે કોઇ નહી મળે તો પાર્ટી પાર્ટી ડેપ્યુટી સીએમ નિતિન પટેલને પણ ઇલેકશન લડાવવાનુ વિચારી શકે છે.

3 પેટા ચુટણી પણ જાહેર

બીજેપીએ માણવાદરથી કેબીનેટ પ્રધાન જવાહર ચાવાડા, ધાંગધ્રા આપરાધિકા મામલામાં બેલ ઉપર એવા પરસોત્તમ સાબરિયા અને જામનગર ગ્રામ્ય માંથી રાધવજી પટેલને ટીકીટ આપીને સાબિત કર્યુ છેકે બીજેપી જેમને પાર્ટીમાં લાવે છે તેમને પદ અને સન્માન બન્ને આપે છે. જેનાથી એક વાત સાબિત થયા છે કે જે નેતાઓ કોગ્રેસમાંથી બીજેપીમાં આવીને એવુ કહેતા હતાં કે તેઓએ કોઇ માંગણી નથી કરી તેમનુ જુંઠાણુ અહીં પકડાઇ ગયુ છે.

પીએમ હવે બનારસી બાબુ બન્યા !

અમિત શાહને લઇને હવે ગુજરાતના 16 ઉમેદવારોના નામ પાર્ટીએ જાહેર કર્યા છે. ત્યારે રાજકોટ અને વડોદરાથી પણ પાર્ટીએ સ્થાનિક સાસંદને રિપીટ કર્યા છે એટલે કે જે ચર્ચા હતી કે વડા પ્રધાન નરેન્દ્રમોદી હવે રાજકોટ કે વડોદારની કોઇ એક વધારાની સીટ ઉપરથી ઇલેક્શન લડી શકે કે તે ચર્ચાઓનો છેદ ઉડી ગયો છે. એટલે કે વડા પ્રધાન હવે બનારસી બાબુ બની જ રહેશે. એટલેકે હવે તેઓ સંપુર્ણ વારાણસીના સાસંદ બનીને રહેશે. પીએમને અહેસાસ છેકે આ વખતે યુપીમાં મુશ્કલી છે જેથી તેમને પૂરો ધ્યાન યુપીમાં આપવો પડશે અને યુપીના મતદારોને પોતીકાપણુનો અહેસાસ કરાવવામ માટે તેઓ ત્યાંથી લડી શકે છે.

Oops, something went wrong.

FB Comments