ચૂંટણી પ્રચારની નવી રીતોના મામલે કોંગ્રેસ રહી પાછળ ભાજપે અપનાવ્યો નવો કીમિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રચાર માટે સાથે ઉતરે તો તમને કેવુ લાગશે? સ્વાભાવિક છે બન્ને નેતાઓને રસ્તા ઉપર જનસંપર્ક કરતા જોઇને કોઈને પણ આશ્ચર્ય થાય.

ત્યારે આવી જ ઘટના બની અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં જ્યારે ગાંધીનગર લોકસભા સીટ ઉપર પ્રચાર કરવા ભાજપના યુવા મોર્ચા સાથે આ બન્ને મહાનુભાવો જનસંપર્ક માટે નિકળી પડયા ત્યારે શહેરવાસીઓ પણ દંગ રહી ગયા હતા.

 

READ  જાણો રાજ્યસભાની 3 સીટ ફરીથી જીતવા ભાજપને તોડજોડની રાજનીતિ કરતાં કેમ લાગે છે ડર?

ગુજરાતમાં ભાજપે ભલે સ્ટાર પ્રાચારકોની યાદી જાહેર કરી હોય પણ પક્ષને પોતે એ વાતનો અહેસાસ છે કે ગુજરાતમાં તો માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સિવાય બીજા કોઈ નેતા ઉપર ભાજપના મતદારોને વિશ્વાસ નથી અને એટલે જ આ જ વિશ્વાસ જાળવી રાખવા માટે ભાજપના યુવા મોર્ચા હવે નવો કિમિયો અપનાવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના કદના કટ આઉટ લઇને કાર્યકર્તાઓ ઘાટલોડીયા વિસ્તારમાં જન સંપર્ક કરવા ઉતરી પડ્યા. સૌથી વધુ યુવા મોર્ચાના કાર્યકર્તાઓએ આ કટ આઉટ લઈને ચાલી રહ્યા હતા, તેઓ આ રણનિતિ અપનાવીને પ્રચાર કરતા જોવા મળ્યા હતા. જેથી બન્ને મહાનુભાવો સ્વયં પ્રચાર કરતા હોય તેવો માહોલ ઉભો થયો હતો.

READ  VIDEO:જે સરકારી અધિકારીઓ પ્રજાને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું કહે છે તેમના ડ્રાઈવરો જ નથી કરતા કાયદાનું પાલન, તેમને થશે દંડ?

જે રીતે ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના કટ આઉટનો પ્રયોગ પ્રથમ વખત ડોર ટુ ડોર સંપર્કમાં કર્યો છે. જેથી એક તરફ કાર્યકર્તાઓમાં જોશનો વધારો થયો છે તો બીજી તરફ જનસંપર્ક કાર્યક્રમમાં મતદારો સાથે કનેક્ટ કરવા માટે પણ આ કિમીયો મદદરુપ થઇ રહ્યો છે.

ભાજપના સુત્રો સ્વયં સ્વીકારે છે કે મોદી માસ્ક અને કમળના કટ આઉટ હવે જુના થઈ ગયા,જેથી હવે કાર્યકર્તાઓ સીધી રીતે વડાપ્રધાન મોદી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કટ આઉટનો ઉપયોગ કરી રહ્યા છે, આ નવા કિમીયાનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

READ  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા

 

Oops, something went wrong.
FB Comments