સુરતના વરાછામાં CAAના સમર્થનમાં ભાજપની મહારેલીનો CM રૂપાણીએ કરાવ્યો પ્રારંભ, CMએ કોંગ્રેસ ઉપર સણસણતા પ્રહાર કર્યા

BJP takes out rally in support of CAA , CM Rupani remains present surat na varacha ma CAA na samarthan ma BJP ni maha rally no CM Rupani e karavyo prarambh, CM e congress upar sansanta prahar karya

સુરતના વરાછા વિસ્તારમાં CAAના સમર્થનમાં વિશાળ રેલીનો પ્રારંભ થયો છે. સીએમ રૂપાણીએ રેલીનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે સીએમ રૂપાણીએ કૉંગ્રેસ ઉપર સણસણતા પ્રહાર કર્યા હતા. તેમણે કૉંગ્રેસ પર આતંકીઓને બિરયાની ખવડાવ્યાના અને આતંકીઓ સાથે ઈલુ ઈલુ કર્યાના આક્ષેપ કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Letter threatening to kill Maharashtra CM, his family puts cops on toe.

આ રેલીમાં રાજ્ય સરકારના પ્રધાનો, સુરતના ધારાસભ્યો, કોર્પોરેટરો, નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા. આ રેલી વરાછા મીની બજારથી નીકળી હતી, જે હીરાબાગ સર્કલ નજીક પૂરી થશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ રેલીમાં આકર્ષણનું કેન્દ્ર સુરતના વોર્ડ નંબર-1ના કોર્પોરેટર હીના ચૌધરી બન્યા હતા. હીના ચૌધરીના આજે લગ્ન છે. તેમ છતાં તેઓ રેલીમાં જોડાયા. તેઓ પીઠી અને દુલ્હનનો સાજ-શણગાર સજીને રેલીમાં પહોંચ્યા હતા.

READ  યુવકે પોલીસ પાસે પહોંચ્યો અને કહ્યું કે 'પરીવાર લગ્ન માટે કોઈ યોગ્ય પગલાં નથી લઈ રહ્યો, તમે મદદ કરો'

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમદાવાદ: નંદનવન ડેનિમ કંપનીમાં ભીષણ આગની ઘટનામાં વધુ એક મૃતદેહ મળી આવ્યો, મોતનો આંકડો વધે તેવી શક્યતા

FB Comments