લોકસભા ચૂંટણી 2019: ભાજપનું સંકલ્પ પત્ર આજે થઈ શકે છે જાહેર, આ મોટી જાહેરાતો થઈ શકે?

લોકસભા ચૂંટણી પહેલા આખા દેશમાં રાજકારણ ગરમ છે. કોંગ્રેસે તેમનું ઘોષણાપત્ર જાહેર કરી દીધુ છે અને હવે આજે ભાજપ પણ તેમનું સંકલ્પ પત્ર જાહેર કરી શકે છે.

ભાજપ આજે તેમનું સંકલ્પ પત્ર જાહેર કરી શકે છે. 5 વર્ષમાં મોદી સરકારના કાર્યકાળની સિદ્ધિઓની સાથે સંકલ્પ પત્રમાં ખેડૂતો ,વેપારીઓ, યુવાનો અને રોજગારી માટે મોટી જાહેરાત થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ નેતાઓની હાજરીમાં સંકલ્પ પત્ર જાહેર કરી શકે છે. આ સંકલ્પ પત્ર દ્વારા ભાજપ દરેક વર્ગ સુધી પોંહચવાના પ્રયત્ન કરશે. તેમાં રાષ્ટ્રીય સુરક્ષા, ખેડૂત કલ્યાણ, યુવાનો અને મહિલા સશક્તિકરણ પર ખાસ ભાર આપવામાં આવી શકે છે.

 

READ  VIDEO: મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક, અજીત પવારે ફ્લોર ટેસ્ટ પહેલા જ DyCM પદ પરથી આપ્યું રાજીનામું- સૂત્ર

5 વર્ષની પ્રગતિ અને સરકારની સિદ્ધિઓનો આપશે રિપોર્ટ

છેલ્લા 5 વર્ષમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશની પ્રગતિ અને અલગ- અલગ ક્ષેત્રમાં કરેલા લોકકલ્યાણકારી કામોની જાણકારી પણ ભાજપના સંકલ્પ પત્રમાં હોય શકે છે. સંકલ્પ પત્રમાં ખેડૂતો માટે ભાર મુકવામાં આવશે. રાષ્ટ્રીય સુરક્ષા પર પણ મોદી સરકારની નીતિઓનો ઉલ્લેખ હશે. સંકલ્પ પત્ર દ્વારા ભાજપ ફરી એકવાર દેશને વિશ્વાસ આપવાનો પ્રયત્ન કરશે કે રાષ્ટ્રીય સુરક્ષાના મામલે મોદી સરકાર ખુબ તૈયાર છે.

READ  VIDEO: અયોધ્યા કેસમાં 40 દિવસની સુનાવણી બાદ આજે હવે આગળ શું થશે?

ખેડૂતો અને રોજગારીના મુદ્દે પર ભાર મુકી શકે

સંકલ્પ પત્રમાં ખેડૂતો અને યુવાનોથી જોડાયેલા વિષયોનો ઉલ્લેખ થઈ શકે છે. રોજગારીની તકો માટે એક નવી રૂપરેખા પણ રજૂ કરી શકે છે. કોંગ્રેસે તેમના ઘોષણાપત્રમાં ગરીબોને આર્થિક મદદ આપવા સંબંધિત ન્યાય યોજનાનો વાયદો કર્યો છે. તેના જવાબમાં ભાજપ તેમના સંકલ્પ પત્રને વધારે ધારદાર બનાવી શકે છે. તેમાં સામાન્ય વર્ગના ગરીબોને 10 % અનામત આપવાનું પ્રથમ પગલું પણ ભરી શકે છે.

READ  જો આપ મહિલા છો અને લિવ ઇન રિલેશનશિપમાં છો કે જવાનું વિચારતા હોવ, તો એક વાર સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો વાંચી લે જો

 

Oops, something went wrong.
FB Comments