અનંતનાગ જિલ્લાના ભાજપ ઉપાધ્યક્ષની આતંકીઓએ 4 ગોળી મારીને કરી દિધી હત્યા, ઘરમાં ઘૂસી આતંકીઓએ કર્યું હતું બેફામ ફાયરિંગ

અનંતનાગ જિલ્લાના ભાજપ ઉપાધ્યક્ષની તેમના જ ઘરમાં આતંકીઓએ 4 ગોળી મારીને કરી હત્યા, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ ભાજપના નેતાની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના અનંતનાગના વેરિંગમાં સર્જાઈ છે. અનંતનાગ જિલ્લાના નૌગામ નામના ગામમાં હથિયારો સાથે આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં અનંતનાગ જિલ્લાના ભાજપ ઉપાધ્યક્ષ ગુલ મુહમ્મદ મીરના ઘરમાં ઘૂસી આતંકીઓએ ગોળી મારી દીધી છે.

 

READ  VIDEO: દિલ્હીની અનાજમંડીમાં 3 કારખાનાઓમાં લાગી આગ, વિકરાળ આગમાં 35 લોકોના મોત

શનિવાર રાત્રે બનેલી ઘટના બાદ મુહમ્મદ મીરને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ભાજપના રાજ્ય પ્રવક્તાએ આ અંગે માહિતી જણાવી હતી. ભાજપના નેતા મુહમ્મદ મીરની ઉંમર 60 વર્ષ હતી. આતંકીઓએ 4 જેટલી ગોળી તેમના શરિરમાં ધરબી દીધી હતી.

આ પણ વાચોઃ વિધાનસભાની ચૂંટણીથી પણ રોમાંચક છે ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં મતદાનનો માહોલ, 10 વર્ષ પછી ખેલાયો આ બે પક્ષ વચ્ચે જંગ, પોલીસના કાફલા ઠાલવી દેવાયા

Oops, something went wrong.
FB Comments