સુરતમાં ભાજપના વોટ્સઅપ ગ્રૂપમાં કિશોર સોલંકી નામના કાર્યકરે અશ્લિલ VIDEO કર્યા પોસ્ટ

bjp-worker-sends-obscene-videos-in-bjps-whatsapp-group

સુરતમાં કોર્પોરેટરની દારૂપાર્ટીના પડઘા હજુ તો શમ્યા પણ નથી ત્યાં જ ફરીવાર એક વિખવાદ ઉભો થયો છે. વાત કંઈક એવી છે સુરતમાં ભાજપના વોટ્સઅપ ગ્રૂપમાં એક કાર્યકરે અશ્લિલ વીડિયો પોસ્ટ કરી દીધા છે. ભાજપના આ કાર્યકરનું નામ કિશોર સોલંકી છે. આ મહાશયે લીંબાયતના વોર્ડ નંબર 24ના વોટ્સ અપ ગ્રુપમાં અશ્લિલ વીડિયો શેર કરી દીધા છે.

READ  બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિનો કેસ: કોંગ્રેસે પુરાવા જાહેર કર્યા બાદ ઉમેદવારો કોંગ્રેસ કાર્યાલયે અમિત ચાવડાને મળવા પહોંચ્યા, જુઓ VIDEO

આ પણ વાંચોઃ જામનગર ભાજપના ઉપપ્રમુખ આશિષ કંટારીયાની હોટલમાંથી દેહવ્યાપારનો પર્દાફાશ!

વીડિયો શેર કર્યા બાદ ચારેકોરથી તેના પર માછલા ધોવાઈ રહ્યા છે. કેમ કે આ ગ્રૂપમાં ધારાસભ્યથી માંડીને મહિલાઓ પણ સભ્ય છે. મહિલા સભ્યોએ તો માગ કરી છે કે આ અશ્લિલ વીડિયો શેર કરનારા કાર્યકરને તાત્કાલિક ગ્રુપમાંથી બહાર કાઢવામાં આવે.

READ  સુરતમાં નકલી નોટોનો કેસઃ સ્વામી રાધારમણ સહિત ચાર આરોપીઓના કોર્ટે 4 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments