ભાજપ NamoTV પર ફિલ્મો બતાવવા ઈચ્છે છે, ચૂંટણી પંચને લખ્યો પત્ર

ભાજપે ચૂંટણી પંચ પાસે NamoTV પર બે ફિલ્મો બતાવવા માટે પરવાનગી માગી છે. દિલ્હી CEOના અધિકારીઓને હવે ચૂંટણી પંચને પૂછ્યુ કે શું તે સેન્સર બોર્ડથી કિલયર કરેલી ફિલ્મોને પ્રમાણિત કરી શકે છે.

ભાજપે NamoTV પર અક્ષય કુમારની બે ફિલ્મો પેડમેન અને ટોયલેટ-એક પ્રેમ કથા બતાવવા ઈચ્છે છે. ગયા મહિને ચૂંટણી પંચે કહ્યું હતુ કે NamoTV પર પ્રસારિત થવાવાળા રેકોર્ડેડ કાર્યક્રમ પહેલેથી જ પ્રમાણિત કરીને ચલાવવામાં આવે.

 

READ  શું કોઈપણ બેંક લોનની ભરપાઈ માટે ઘરે બાઉંસરોને મોકલી શકે?

ભાજપે ગયા અઠવાડિયે દિલ્હીના મુખ્ય ચૂંટણી પંચની મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ સમિતિની સામે અક્ષય કુમારની બે ફિલ્મોને પૂર્વ પ્રમાણિત કરવા માટે આવેદન કર્યુ હતુ.

આ પણ વાંચો: ‘ફેની’ વાવાઝોડુ અત્યાર સુધી ઓડિશામાં આવેલા બધા જ વાવાઝોડામાં સૌથી વધુ ખતરનાક હોય શકે

દિલ્હી CEOના એક અધિકારી અનુસાર અમે ચૂંટણી પંચને પત્ર લખીને આના વિશે નિયમ સ્પષ્ટ કરવા માટે કહ્યું છે. કારણ કે ફિલ્મ પહેલેથી જ રિલીઝ થઈ ચૂકી છે. તેથી અમે ફિલ્મને ફરી વખતે પ્રમાણિત કરી શકીએ? જેને સેન્સર બોર્ડે પહેલેથી જ સર્ટિફિકેટ આપી ચૂકયુ છે.

READ  ભાજપ ભલે બહુમતીમાં હોય પણ NDAની જરુર પડવાની જ, આ કારણે ભાજપ માટે NDA મહત્ત્વનું છે

 

Oops, something went wrong.
FB Comments